- ટૂંકા સમયમાં ભૂલી જવાય તેવા નવા વર્ષના સંકલ્પોને બદલે સમય જતા જીવનમાં પરિવર્તન લાવી શકે તેવી ટેવો અપનાવો
નવી આશાઓ સાથે 2025 નું આગમન થઈ ચૂક્યું છે ત્યારે નવા વર્ષનું કેલેન્ડર એ માત્ર નવી તારીખો જ નહીં સારી આદતો થી એક નવી શરૂઆત કરવાનો સમય છે. જે તંદુરસ્ત, સુખી અને શ્રેષ્ઠ જીવન તરફ દોરી જાય છે. ત્યારે ટૂંકા સમયમાં ભૂલી જવાય તેવા નવા વર્ષના સંકલ્પોને બદલે સમય જતા જીવનમાં પરિવર્તન લાવી શકે તેવી નાની, સુસંગત ટેવો અપનાવવી જોઈએ. જે તરફનો એક નાનો પ્રયાસ જીવન બદલી શકે છે.
2025માં જીવનને બદલવા માટે એસ.એચ.આર. પદ્ધતિ, 50-30-20 બજેટ નિયમ અને 3-3-3 ઉત્પાદકતા યોજના જેવી તકનીકો દર્શાવામાં છે. સંપૂર્ણતાવાદ સામેના 70-20-10 નિયમ અને શીખવા માટેની ફેનમેન ટેકનિક સાથે આનો અમલ કરવાથી 2025 તમારું શ્રેષ્ઠ વર્ષ બની શકે છે. જે માટે આ જડીબુટ્ટી શ્રેષ્ઠ છે. જે અપનાવવાથી નવું વર્ષ વધુ સુંદર બનાવી શકાય છે.
તમારી આવકને સંતુલિત રાખો:
આવકને સંતુલિત રાખવા 50-30-20નો નિયમ અપનાવી બજેટ બનાવો. જેમાં આવાસ, બિલ અને ખોરાક જેવી જરૂરિયાતો માટે 50%, મનોરંજન અને મુસાફરી જેવી જરૂરિયાતો માટે 30%, અને 20% રોકાણ અને નિવૃત્તિ બચત જેવી બચત માટે ફાળવું જોઇએ. ઉદાહરણ તરીકે જો તમે મહિને રૂ. 50,000 કમાઓ છો, તો આવશ્યક ખર્ચ માટે 25,000, મનોરંજન અને મુસાફરી જેવા ખર્ચ માટે રૂ. 15,000 અને બચત માટે રૂ. 10,000 ફાળવો.
તમારી કોમ્યુનિકેશન સ્કિલને સુદ્રઢ કરો:
કોમ્યુનિકેશન સ્કિલને સુદ્રઢ બનાવવા 4-બુલેટ સ્ટેટસ અપડેટ સાથે સ્પષ્ટપણે વાતચીત કરો. જે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સંબંધોમાં ચાવીરૂપ છે, એ માટે આ ચાર પ્રશ્ન અપનાવો: તમને શું પૂછવામાં આવ્યું હતું? તે માટે તમે શું કર્યું છે? તમે કયા જોખમો અથવા અવરોધકોનો સામનો કર્યો છે? અને તમે વધુ સમય સાથે તે માટે શું કરશો? તે જાણી તેના પર કામ કરો.
પરફેક્ટ થવાને બદલે ચિવટ રાખતા શીખો:
પરફેક્શનની પાછળ ભાગવાને બદલે પોતાની જાત માટે ચિવટ રાખવા શીખો એટલે કે 70-20-10નો નિયમ અપનાવો. કારણકે સંપૂર્ણ બનવા તરફની દોટ સર્જનાત્મકતા, કલ્પના અને પ્રગતિને અટકાવે છે. તેના બદલે, 70-20-10 નિયમ અપનાવો, જે સૂચવે છે કે તમારું 70% કામ એવરેજ હશે, 20% યોગ્ય નહિ હોય તેમજ માત્ર 10% કામ અપવાદરૂપ હશે. નિષ્ફળતાના ડર વિના તમને વધુ કામ કરવા પ્રોત્સાહિત કરવા માટે આ નિયમ અપનાવી કામ કરો.
સમયનું ટાઈમ ટેબલ બનાવતા શીખો:
આડેધડ કામ કરવાની બદલે સમયનું યોગ્ય ટાઈમ ટેબલ બનાવી તે મુજબ કામ કરો જેથી જરૂરિયાત મુજબ કાર્યને સમય ફાળવી શકાય જે માટે 3-3-3 યોજનાનો અમલ કરો. જેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ કાર્ય માટે ત્રણ કલાક સમર્પિત કરો. ત્યારબાદ ત્રણ નાના કાર્યોને હાથ ધરી પૂર્ણ કરો અને સ્વ જાળવણી માટેની 3 પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. આ પદ્ધતિથી તમે તમારી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો.
શ્રેષ્ઠતાની જગ્યાએ સરળતા અપનાવો:
જીવનમાં શ્રેષ્ઠ થવાને બદલે સરળતા અપનાવવી જરૂરી હોય છે જે માટે ફેનમેન ટેકનિક અસરકારક છે. ફેનમેન ટેકનીક શિક્ષણ દ્વારા નવા ખ્યાલોમાં નિપુણતા મેળવવા માટે એક અસરકારક પદ્ધતિ છે. જેમાં તમે જે વિષય વિશે શીખવા માંગો છો તેને પસંદ કરી તેના પર કામ કરવાનું શરૂ કરો અને તેનો સંપૂર્ણ અભ્યાસ કરો. પછી તેને કોઈ બાળકને શીખવતા હોય તે રીતે સમજાવો. અને અંતે તે વિષયને વધુ સરળ બનાવવા ફરી એક વખત તે વિષયને સમજો. ઉદાહરણ તરીકે, જો તમે આબોહવા પરિવર્તન વિશે શીખી રહ્યાં છો, તો તમારા જ્ઞાનને વધુ સારી રીતે ખીલવવા માટે મિત્ર અથવા કુટુંબના સભ્યને તે સમજાવો. આ પદ્ધતિ તમને સરળ બનાવી શકે છે.
ભૂલોમાંથી શીખવાનું શીખી જાઓ:
કોઈપણ કાર્યમાં તમારા દ્વારા થતી ભૂલોમાંથી શીખી તે ભૂલ બીજી વખત ન થાય તેનું ધ્યાન રાખો. જે માટે કોઈપણ કાર્ય કર્યા પછી તેની સમીક્ષા કરી તેમાંથી ભૂલ શોધો અને તે ભૂલ સુધારવા તમારી જાતને ચાર મુખ્ય પ્રશ્નો પૂછીને તેની સમીક્ષા કરો: મારે શું પ્રાપ્ત કરવાનો ઈરાદો હતો? ખરેખર શું થયું? કેવી રીતે થયું? આવતી વખતે હું તે ભૂલ સુધારવા શું કરી શકું? આ ચાર પ્રશ્નો તમારી જાતને વધુ સારી રીતે ખીલવી શકશે.
તમારા શબ્દો કરતા તમારી બોડી લેંગ્વેજ વધુ અસરકારક:
કોઈપણ કાર્યમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમારા શબ્દો કરતા બોડી લેંગ્વેજ વધુ અસરકારક હોય છે. ત્યારે શબ્દો કરતા બોડી લેંગ્વેજને વધુ સારી બનાવવા માટે 7-38-55નો નિયમ અપનાવવો જરૂરી બને છે જે મુજબ, માત્ર 7% શાબ્દિક વાતચીત કરો, 38% સ્વર અને અવાજ એટલે કે ટોન આધારિત હોય છે. જ્યારે 55% શારીરિક ભાષા એટલે કે બોડી લેંગ્વેજ પર આધાર રાખે છે. વધુ પ્રભાવિત રીતે વાતચીત કરવા માટે, આંખનો સંપર્ક જાળવવો, મોઢા પર પરિસ્થિતિને અનુરૂપ સ્મિત રાખો અને વાતચીત દરમિયાન તારી બોડી લેંગ્વેજનો ઉપયોગ કરવો.
સમજ્યા વગર હા એ હા કરવાને બદલે ના પાડતા શીખો:
કોઈપણ વાતને સમજ્યા વગર હાયે હા કરવાને બદલે ના પાડવી વધુ અગત્યની હોય છે. આજના ઝડપી વિશ્વમાં, ઘણી વાર ‘હા’ કહીને તમારી જાતને વધુ પડતી કમિટ કરવી સરળ છે. જેથી ઘણી વખત તમારું કાર્ય બગડી જતું હોય છે. તેના બદલે, ‘ના’ ને તમારો ડિફોલ્ટ પ્રતિસાદ બનાવો જોઈએ જેથી તમારા માટે જે ખરેખર મહત્વનું છે તેને પ્રાધાન્ય આપી શકાય ભલે પછી તે કોઈ પ્રોજેક્ટ હોય કે સામાજિક જોડાણો. સમજ્યા વગર હા એ હા કરવાને બદલે ના પાડવાથી તે તમારા જીવનમાં સાચું મૂલ્ય ઉમેરે છે.
જુઓ, સાંભળો અને યાદ રાખતા શીખો:
કોઈપણ કાર્યને શ્રેષ્ઠ બનાવવા માટે SHR પદ્ધતિ બનાવો છે જે સૂચવે છે કે કોઈપણ કાર્ય, પરિસ્થિતિ કે લોકોને સૌપ્રથમ જુઓ ત્યારબાદ તેને સાંભળો અને અંતે તેને યાદ રાખતા શીખો. તેમજ લોકોને સ્વીકૃતિની અનુભૂતિ કરાવવા માટે આંખનો સંપર્ક અને ચોક્કસ પ્રશંસાનો ઉપયોગ કરો. વધુમાં, તેમના વિચારોમાં તમારો રસ દર્શાવવા વિચારશીલ પ્રશ્નો પૂછો.