કલાને કૃતિમાં કંડારવા માટે એક સારા એવા કલાકારની જરૂર પડે. એક લાઈનમાં કહેવું હોય તો કલા અને કલાકાર બંને એક બીજાના પૂરક છે. પછી ભલે તે ગમે તે ક્ષેત્રની વાત હોય. કલાકારોને બિરદાવવા, ન્યાય આપવા ઘણા બધા સંગઠનની રચના કરવામાં આવતી હોય છે. જયારે ગુજરાતમાં ‘આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત’ નામનું કલાકારનું સંગઠન ચાલે છે. જેને આજે રાજકોટ ખાતે સંગઠનની રચનાએ લઈ એક મહત્વની બેઠક યોજી હતી.
તાજેતરમાં રાજકોટ ખાતે મળેલ કલાકારોની સંગઠનની રચના અંગે એક અગત્યની મિટિંગ મળેલી હતી. જેમાં ‘આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત’ નામે એક અસરકારક સંગઠનની રચના કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ તરીકે ‘વિશ્વાસ ફિલ્મ્સ’ ગીર સોમનાથના સફળ નિર્માતા એવા ભગુભાઈ વાળાની નિમણુંક કરવામાં આવી. તેમજ મહામંત્રી તરીકે ગુજરાતી-હિન્દી ફિલ્મમાં એક્ટર્સ અને ડાયરેક્ટર એવા અમદાવાદના યુવા કલાકાર બિમલ ત્રિવેદીની નિમણુંક કરાય. જયારે મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવેલ ત્યારે આ સંગઠનને અસરકારક બનાવવા નિમણુંકોનો દોર પ્રમુખ ભગુભાઈ વાળા તથા મહામંત્રી બિમલ ત્રિવેદીના સંયુક્ત પ્રયાસોથી આગળ ધપાવવામાં આવેલ છે.
આ સાથે પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સુરતની મોડલ કમ અભિનેત્રી અર્પિતા સોનીની વરણી થઈ છે. જયારે પ્રદેશ મંત્રી તરીકે હિન્દી-ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જાગૃતિ ગૌસ્વામીની નિમણુંક કરેલ છે. આ ઉપરાંત સંગઠનને વધુમાં વધુ અસરકારક બનાવવા રાજ્યને ચાર ઝોનમાં વહેંચવામાં આવેલ છે.
1) સૌરાષ્ટ્ર કચ્છ ઝોન
2) દક્ષિણ ગુજરાત ઝોન
3) મધ્ય ગુજરાત ઝોન
4) ઉત્તર ગુજરાત ઝોન
આ ચાર ઝોનના પ્રમુખો, મહામંત્રીઓ, ઉપપ્રમુખો અને મંત્રીઓની નિમણુંકોનો દોર હાથ ધરેલ છે. ત્યારે આજે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના હોદેદારોની નિમણુંકો પ્રદેશ પ્રમુખ ભગુભાઈ વાળા દ્વારા આપી દેવાશે. તે બાબતની માહિતી પ્રદેશ મહામંત્રી બિમલ ત્રિવેદીની અખબારી યાદીમાં જણાવાયું છે.