એન્ડ્રોઈડ યુઝર્સ સાવધાન થઈ જાવ. આ 10 એવી એપ્સ સામે આવી છે જે ફેસબુક યુઝર્સના લોગ ઈન અને પાસવર્ડ ડેટા ચોરી કરે છે. એન્ટિવાઈરસ કંપની drweb.comએ આ એપ્સની ઓળખ કરી છે. આ એન્ટિવાઈરસ માલવેર એનાલિસિસ સિસ્ટમમાં ડેટા ચોરી કરતી એપ્સની ઓળખ થઈ છે.
જેમથી 10 એપ્સમાંથી 9 એપ્સ ગૂગલ પ્લે સ્ટોર છે. આ APP યુઝરનો ડેટા સિક્યોર છે તેવું કહે છે, પરંતુ તે ડેટા ચોરી કરવાનું કામ કરે છે. અત્યાર સુધી આસરે 60 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ્લીકેશનની રિપોર્ટ થતાં ગૂગલે આ 9 માલવેર એપ્સ રિમૂવ કરી છે.
માલવેર ધરાવતી આ 9 એપ્સ :
PIP ફોટો
PIP ફોટો એક ઈમેજ એડિટિંગ એપ છે. તેને Lilliansએ ડેવલપ કરી છે. આ એપ 50 લાખથી વધારે એન્ડ્રોઈડ ફોન પર ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
પ્રોસેસિંગ ફોટો
પ્રોસેસિંગ ફોટો એક ફોટો એડિટિંગ છે, જે 50 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ થઈ છે. તેને chikumburahamiltonએ ડેવલપ કરી છે.
રબિશ ક્લીનર
રબિશ ક્લીનર એપ એન્ડ્રોઇડ ફોનનાં પર્ફોર્મન્સને ઓપ્ટિમાઈઝ કરે છે. તેને SNT।rbclએ ડેવલપ કરી છે અને 10 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
હોરોસ્કોપ ડેઈલી
હોરોસ્કોપ ડેઈલી એપ 10 લાખથી વધારે વખત ઈન્સ્ટોલ થઈ છે. તેને HscopeDaily momoએ ડેવલપ કરી છે.
ઈનવેલ ફિટનેસ
ઈનવેલ ફિટનેસ એક ફિટનેસ એપ છે જે 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
લોકિટ માસ્ટર
લોકિટ માસ્ટર એપ પણ 50 લાખથી વધારે વખત ડાઉનલોડ થઈ છે. તેને Enali mchicolo દ્વારા ડેવલપ કરાઈ છે.
હોરોસ્કોપ પાઈ
હોરોસ્કોપ પાઈ આ એપ 1000 વખત ડાઉનલોડ થઈ છે. તેને Talleyr Shaunaએ ડેવલપ કરી છે.
એપ લોક મેનેજર
એપ લોક મેનેજર એપ માત્ર 10 વખત જ ડાઉનલોડ કરવામાં આવી છે. તેને Implummet colએ ડેવલપ કરી છે.
ગૂગલને રિપોર્ટ થતાં તમામ માલવેર ધરાવતી એપ્લીકેશનને પ્લે સ્ટોર માથી રિમૂવ કરી છે. જો તમારામાંથી કોઈ પણ આ એપનો ઉપયોગ કરતા હોય તો અત્યારે જ તમારા મોબાઈલમાથી રીમુવ કરો.