ખોરાકને હેલ્ધી રાખવાની ટીપ્સ
આપણે ગમે તેવું સ્વચ્છ અને હેલ્થી ખોરાક બનાવીએ પણ રસોઈ વખતે થતી નાની નાની ભૂલો અથવા રસોઈ બનાવવાની રીત ખોરાકને બગાડી શકે છે.જે તમારા સ્વસ્થ્ય પર અસર કરે છે. ઘણી વખત આપણે સામાન્ય ભૂલોને હળવાશમાં લેતા હોય છીએ પરંતુ તે ખોરાકને જેરી બનાવી શકે છે.
સલાડ સેન્ડવીચને ટેસ્ટી બનાવવા માટે આપણે સોયા સોસ અને માયોનીઝ નાખતા હોય, પણ તેનો વધુ ઉપયોગ કરવાથી ખોરાક પેટ માટે કચરો બની જાય છે. સોલ્ટ મસાલા, ચાટ પેપર જેવા ડ્રેસીંગમાં મોટી માત્રામાં સોડિયમ હોવાથી તે શરીર માટે નુકશાનકારક બને છે.
મધને વધુ તાપમાન આપવુંમધ કુદરતી મિઠાશ છે જેને કાચુ ખાવું ખૂબજ ફાયદાકારક છે. તેને વધુ તાપ પર પકાવવાથી તેના ગુણો જતા રહે છે. અને તમામ વિટામીન, ન્યુટ્રીયન્ટ ચાલ્યા જાય છે. મધને ૪૦ ડિગ્રી સેલ્સીયસથી વધુ પકાવવાથી નકારાત્મક રસાયણીક અસરો થાય છે.
હેલ્થી ઓઈલને વધુ પકાવવા
ઘણા વેજીટેબલ ઓઈલને વધુ તાપમાન પર પકાવવાથી તેના ગુણો વધે છે પણ કોપરેલ તેલ, અને ઓલિવ ઓઈલ જેવા તેલને વધુ પકાવવાથી તે ઝેર બની જાય છે.
જયારે તેલમાંથી ધુમાડો નિકળે ત્યારે તે નકામુ બની જાય છે. માટે તળવા કે રાંધવામાં લોકો સનફલાવર ઓઈલનો ઉપયોગ કરે છે.
ફ્રાય કરવાની રીતવધાર કરેલા ખોરાક ટેસ્ટી જરથી હોય છે. પણ તેમાં હેલ્થી કશુજ હોતુ નથી આપણા ઘરમાંજ તડકો લગાવેલી રસોઈ અને હેલ્થી બની જાય છે. જો તમે હેલ્ધીક ફૂડ ખાવા માંગતા હોય તો એર ફ્રાયરની તકેદારી લેવી જોઈએ.
કુકવેરનો ઉપયોગ
કોઈપણ ડિશમાં કયા મસાલા, સામગ્રી છે તેના પરથી ડિશ હેલ્ધી છે. કે કેમ તે જાણી શકાય છે. પણ તમારૂ કુકવેર પણ ખોરાકને અનહેલ્ધી બનાવવા માટે જવાબદાર હોઈ શકે છે. નોન સ્ટીક કુકવેર ટેફલોન નામના કેમિકલથી બનાવવામાં આવે છે. તેનાથી લિવર અને સ્વાસ્થ્ય પણ ખરાબ અસરો થાય છે. માટે સીરામીક અથવા સ્ટેઈનલેસ સ્ટીલના વાસણોમાં રસોઈ બનાવવી જોઈએ નહી.
ખોરાક અને નમક
ઘણા લોકોને રાંધેલી રસોઈમાં ઉપરથી નમક ઉમેરીને ખાવાની ટેવ હોય છે. ખોરાકમાં કાચુ નમક ખાવાથી કિડની, અથવા હૃદય રોગ વધે છે. માટે કાચા નમકનો ઉપયોગ ટાળવો.
રસોઈની પ્રક્રિયા
ઘણી વખત સૂપ અથવા મિઠાઈ બનાવતી વખતે ખોરાકને રાંધવાનો ખ્યાલ રહેતો નથી અને લાંબ સમય સુધી ચૂલા પર રહેતા ખોરાકો નકામાતો બને છે. સાથે વિવિધ બીમારીઓને નોતરે છે. ન્યુટ્રીયન્ટસને જાળવી રાખવા માટે ચમચાથી હલાવતા થતા સ્ટીર ફ્રાયં કરવું જોઈએ.
શાકભાજીની છાલ
ઘણા શાકની છાલમાં જ ન્યુટ્રીયન્ટસ રહેલા હોય છે. જેમ કે બટેટા, ગાજર, પમ્પકીન, કાકડી અને સફરજન જેવા ખોરાક રાંધતી વખતે તેની છાલ કાઢવાથી તમામ વિટામીન્સ જતા રહે છે. અને ફૂડ હેલ્ધી રહેતા નથી માટે આ પ્રકારની ભૂલોથી બચવુ અને સ્વસ્થ જીવન જીવવું