પેટમાં બેક્ટેરીયા થવાથી ખૂબ જ પિડા થાય છે. જેની તકલિફ નાના બાળકોને વધુ થતી હોય છે. તો અમુક પ્રોટાઓને પણ કૃમિઓ થતી હોય છે આ કૃમિ ૨૦ પ્રકારની હોય છે. જેમાં પેટમાં બળતરા, આંતરડામાં ચાંદા પડવા, ગેસ થવો અને ક્યારેક તાવ પણ આવી જતો હોય છે. માટે આ સમસ્યાથી નિજાત મેળવવા માટે હોમ મેઇડ રિમેડી અસરકારક છે.
૧- સંચળ : એક ચપટી સંચળ સાથે અડધો ગ્રામ શેકેલા અજમાનું ચૂર્ણ મિક્ષ કરી રોજ રાત્રે ગરમ પાણીની સાથે લેવાથી પેટમાં રહેલી કૃમિ ઝાડાના રૂપમાં નિકળી જશે.
૨- અજમો : પેટામાં અને આંતરડાના બેક્ટેરિયાથી નિજાત મેળવવ ગોળ અને અડધો કપ અજમાનું ચૂર્ણ મેળવીને તેની ગોળી બનાવી દિવસમાં ૩ વખત સેવન કરવાથી રાહત થાય છે.
૩- દાડમની છાલ : દાડમ ખાધા બાદ તેની છાલને ફેંકવાન બદલે તેનું ચૂર્ણ બનાવી દિવસમાં ૩ વખત ૧-૧ ચમચી લેવાથી કૃમિથી થોડા દિવસોમાં જ રાહત થશે.
૪- ટામેટા : ટામેટામાં સિંધાલૂણ મીઠું અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને લેવાથી મરી કૃમિને ઝાડાથી બહાર કાઢે છે.
૫- લીમડાના પાન : લીમડાના પાનને પીસીને તેના જ્યુસને મધ સાથે મિક્સ કરીને સવારે લેવાથી તમામ કૃમિની સમસ્યાઓનો અંત થશે.
૬- લસણ : પેટની સમસ્યા દૂર કરવાની સાથે આંતરડાને એકદમ સાફ કરવા માટે ખોરાકમાં લસણની ચટણીને ઉપયોગ કરવો.
૭- તુલસી : રોજ સવારે તુલસીના ૫ પાન ગળવાથી પેટમાં કૃમિની સમસ્યા થતી નથી. આ ઉપરાંત ગેસ, કબજીયાત પણ થતુ નથી.