આ ફળોને ડાયેટ ચાર્ટમાં જોડવાથી થશે ચોકકસ ફાયદાઓ

જો તમારા ચહેરાનો નિખાર નિસ્તેજ તેમજ ફિકકો પડી રહ્યો હોય તો બની શકે કે તમે બ્લડ ડિસઓર્ડર ‘એનિમિયા’ રોગનો ભોગ બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં શરીરમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે. લોહીમાં લાલ રકત કણોની અછત થઈ જાય છે. જેથી શરીરમાં આર્યનની કમી, ઓસિકજનની કમી સ્વાસ્થ્યમાં કારણ‚પ બને છે. જોકે એનિમિયા થવાના અનેક કારણો છે.  જેની સારવાર તમે કાળજી રાખી પણ કરી શકો છો. બેંગલોરના ન્યુટ્રીશન એકસપર્ટ ડો.અન્જુ સુદના કહેવા પ્રમાણે એનિમિયાનું મુળ કારણ શરીરમાં આર્યનની કમી છે. જેની પૂરતી માટે એર્સ્કોબિક એસિડ તેમજ વિટામીન સી મહત્વના એસેન્સ છે. જે ફળોમાં ભરપુર માત્રામાં જોવા મળે છે. તે આર્યન તેમજ હેમોગ્લોબિન વધારી મદદરૂપ બને છે તો જાણો કયાં ફળોને ડાયેટ ચાર્ટમાં જોડવાથી શરીરમાં લાલ રકત કણોની વૃદ્ધિ થાય છે.

.દાડમ

દાડમ શરીરમાં લાલ રકત કણ વધારતું ઉત્તમ ફળ છે. જે આર્યનના તત્વો, વિટામીન એ, સી તેમજ ઈ થી ભરપુર છે. દાડમમાં રહેલું એર્સ્કોબિક એસિડ શરીરમાં રકતના સ્ત્રાવને રેગ્યુલર કરે છે તો તમે પણ દાડમને પોતાના ડાયેટ ચાર્ટમાં જોડી મેળવી શકો છો. વિટામીનનો લાભ અન્ય બજારના જયુસ કરતા ઘરમાં બનાવેલું દાડમનું એક ગ્લાસ જયુસ ખુબ જ ફાયદાકારક છે.

.કેળા

કેળા આર્યન વધારવા ઉપયોગી સર્વશ્રેષ્ઠ ફળ છે જે પુરતી માત્રામાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. આર્યનની સાથે સાથે કેળા ફોલિક એસિડના તત્વો પણ ધરાવે જે બિ-કોમ્પ્લેકસ વિટામીન માટે જરૂરી છે તેનાથી પુરતી માત્રામાં નવા રકત કણોનું સર્જન થાય છે.

. સફરજન

કહેવાય છે કે ‘એન એપલ અ ડે, કિપ યું ડોકટર અવે’ ફળોમાં વિશેષ સફરજનમાં સ્વસ્થ્ય સુધારવાની તાકાત છે જે આર્યન તેમજ વિવિધ વિટામીનથી ભરપુર છે. જેનાથી હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. દિવસભરમાં એક સફરજન રોજ ખાવાથી ત્વચા પણ સ્વસ્થ્ય રહે છે.

. નારંગી

વિટામીન-સી માટે નારંગી એક ઉતમ ઉપાયકારી ફળ છે. તો દિવસભરમાં ફકત એક નારંગી નિયમિત લેવાથી તમને ધારેલા પરિણામો મળશે.

. પીચ

પીચનું ફળ વિટામીન સી અને આર્યનથી ભરપુર છે. જે ખોટા રકત કણોને બનતા અટકાવે છે. આ સિવાય પીચ ફળથી વજન ઘટાડવામાં પણ લાભ થાય છે. તેમજ ત્વચા અને આંખોને સ્વસ્થ કરે છે.

. પ્રુન્સ

પ્રુન્સ સામાન્ય રીતે સુકેલી દ્રાક્ષ જેવું ફળ છે, આ ફળ છોટા પેકેટ બડા ધમાકા જેવું છે. વિટામીન સી તેમજ આર્યન રહિત આ ફળમાં મેગ્નેશિયમના ગુણો છે. જે લાલ રકત કર્ણો વધારવામાં મદદરૂપ બને છે. તો મેગ્નેશિયમ શરીરમાં ઓકિસજન પૂર્ણ પાડવા માટે પણ બેસ્ટ ઉપાય છે. આ ફળોને તમારા રોજીંદા જીવનના ડાયેટ ચાર્ટમાં જોડવાથી તમને ચોકકસ ફાયદો થશે તો ફળો ખાતા રહો હેલ્થી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.