હેલ્થ ન્યુઝ
શિયાળામાં આપણે જાણીએ છીએ કે ઋતુ પરિવર્તન થતા રોગોનું આગમન થતું હોઈ છે. ત્યારે ઘણા બધા એવા ખોરાક એવા છે જે રોગોને આમંત્રણ આપશે તો ઘણા એવા ખોરાક એવા છે જે આ રોગો થી આપણને દુર રાખી શકે તો આજે એવીજ રામબાણ સ્વરૂપ શાકભાજી વિશે વાત કરવી છે .
શિયાળાની ઋતુમાં રોગોથી બચાવવા માટે આ 5 શાકભાજી રામબાણ સાબિત થઈ શકે છે.
શિયાળાની ઋતુમાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઋતુમાં થોડી બેદરકારી પણ રોગોનો ખતરો બની શકે છે. જો તમારે કડકડતી ઠંડીમાં પણ સ્વસ્થ રહેવું હોય તો તમારે શિયાળામાં કેટલીક શાકભાજીનું સેવન કરવું જ જોઈએ.
આ શાકભાજી તમને અનેક રોગોથી બચાવીને તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીનું ધ્યાન રાખશે.
કાળીનું શાક
પહેલુ જ નામ આવે કાળીનું શાક. આ સિઝનમાં કાળીનું શાક ખૂબ જ મોહક ગણી શકાય. તે એક લીલા પાંદડાવાળી શાકભાજી છે જે વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ્સ અને પ્લાન્ટ કમ્પાઉન્ડથી ભરપૂર છે. આ શાક ઘણા પ્રકારના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. માટે આ શિયાળા માં આ શાક ને તમારા રૂટીન માં ઉમેરવાનું ભુલતા નહિ.
ગાજર
બીજું નામ કે જેના થી કદાચ ઘણા બધા બાળકો સુર ભાગે છે એ છે “ગાજર”. ગાજર તમને દરેક સિઝનમાં મળશે, પરંતુ શ્રેષ્ઠ ગાજર શિયાળાની ઋતુમાં જ મળે છે. આ શાકભાજી ખૂબ જ પૌષ્ટિક છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. ગાજરને બીટા કેરોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ગાજર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને મોસમી રોગોથી પણ બચાવે છે. તે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
પાલક
પછી વાત કરીએ પાલક વિશે. શિયાળાની ઋતુમાં પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાલક પોષક તત્વોનો ભંડાર છે. પાલકમાં કેરોટીનોઈડ્સ, વિટામિન સી, વિટામિન કે, ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી તમે આ સિઝનમાં સ્વસ્થ રહી શકો છો. તમે પાલકનો રસ પણ બનાવીને પી શકો છો. જે સ્કીન માટે પણ લાભદાયક હોઈ છે.
કોબી
કોબી એક એવી શાકભાજી છે જે તમને ઠંડા હવામાનથી બચાવીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.કોબીમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર છે તેમાં લીલી અને લાલ કોબી બંને ખૂબ આરોગ્યપ્રદ છે, પરંતુ લાલ કોબીમાં વધુ પોષક તત્વો હોય છે. લાલ કોબીને વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી, મેંગેનીઝ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શિયાળામાં હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપવામાં ઘણી મદદ કરી શકે છે.
મૂળા
શિયાળાની ઋતુમાં મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળા વિટામિન બી અને વિટામિન સી તેમજ પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેમાં આઇસોથિયોસાયનેટ્સ મળી આવે છે, જે કેન્સર સામે લડવાની ક્ષમતા ધરાવે છે. મૂળા ખાવાથી તમે ઠંડીની મોસમમાં પણ ફિટ અને સ્વસ્થ રહી શકો છો. તમે સલાડ તરીકે મૂળા કાચા ખાઈ શકો છો. તેના પાનનું પણ સેવન કરી શકાય છે.
તો આ શિયાળે આ તમામ શાકો ખાઈ ને તમે રોગ મુક્ત રહો .