ઘણી વખત જાણ્યે-અજાણ્યે શારીરિક સંબંધ બાંધતી વખતે સ્ત્રીને પ્રેગ્નન્ટ થવાનો ડર રહે છે અને ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે કપલ નથી ઈચ્છતા છતાં પણ ગર્ભ રહી જાય છે પરંતુ હકીકતમાં ઘણી સ્ત્રીઓ કારકિર્દી, સ્વાસ્થ્ય અને અન્ય બાબતો વિશે વિચારીને વહેલા ગર્ભ ધારણ કરવા માગતી નથી તેથી તેઓ વિચારતી હોય છે કે ગર્ભાવસ્થાને કેવી રીતે અટકાવી શકાય. ગર્ભનિરોધકની ઘણી અસરકારક પદ્ધતિઓ હોવા છતાં, એ નોંધવું અગત્યનું છે કે કોઈપણ પદ્ધતિ 100% સલામત નથી. જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો અને પ્રેગ્નન્ટ થવા માંગતા નથી, તો સેક્સ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો નીચે મુજબ છે:
તમે અંગ્રેજીમાં એક કહેવત સાંભળી હશે કે ‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’ કોઈ પણ મુશ્કેલી આવવી તે પહેલા જ એ બાબતે સજાગ થઈ જાવું વધુ સારું છે તેમ ગર્ભ ન રહી જાય તે માટેની ઘણી પદ્ધતિઓ છે.
“ગર્ભાવસ્થાને રોકવાની સૌથી અસરકારક રીત ગર્ભનિરોધકનો ઉપયોગ છે. ગોળી, પેચ અથવા રિંગ જેવી હોર્મોનલ પદ્ધતિઓ, બેરીયર મેથડ જેવી કે કોન્ડોમ અથવા ડાયાફ્રેમ્સ જેવી અવરોધ પદ્ધતિઓ અને ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસ (IUD) અથવા ઇમ્પ્લાન્ટ જેવી પદ્ધતિઓ સહિત ઘણી વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે તમારા માટે કઈ પદ્ધતિ સારી છે તે બાબતે તમારે ગાયનેકની સલાહ લેવી આવશ્યક છે.
1) કોન્ડોમનો ઉપયોગ:
કોન્ડોમ માત્ર સગર્ભાવસ્થાને અટકાવતું નથી પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI) સામે પણ રક્ષણ આપે છે. જ્યારે પણ તમે સંભોગ કરો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે, પછી ભલે તમે ગર્ભનિરોધકની બીજી પદ્ધતિનો ઉપયોગ કરતા હોવ.
2) તમારા ફર્ટાઇલ વિન્ડો વિશે જાગૃત રહો
જો તમે ગર્ભાવસ્થાને રોકવા માંગો છો તો તમને તમારા માસિક ચક્ર વિશે જાણકારી હોવી ખુબ જ આવશ્યક છે કારણ કે માસિકધર્મ દરમિયાન જો સેક્સ કરવામાં આવે તો ગર્ભ રહેવાની સંભાવના ખુબ જ વધી જતી હોય છે તેથી માસિક ચક્રને ધ્યાનમાં રાખીને તમે ગર્ભાવસ્થાને ટાળી શકો છો.
૩) ઈમરજન્સી કોન્ટ્રેસેપ્શન પિલ્સ:
જો તમે અસુરક્ષિત સંભોગ કર્યો હોય અથવા તમારું ગર્ભનિરોધક નિષ્ફળ ગયું હોય, તો ઈમરજન્સી કોન્ટ્રેસેપ્શન પિલ્સ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. તમે અસુરક્ષિત સંભોગ કર્યો છે અને ત્યારબાદ તમે ગર્ભાવસ્થાને રોકવા માંગતા હોય તો તેમાં ગાયનેકનો રોલ ખુબ જ આવશ્યક છે. તમે ઈમરજન્સીમાં ગાયનેકની સલાહ લઈને ઈમરજન્સી કોન્ટ્રેસેપ્શન પિલ્સનો ઉપયોગ કરી શકો છો.
અસુરક્ષિત સંભોગ બાદ 72 કલાક સુધીઈમરજન્સી કોન્ટ્રેસેપ્શન પિલ્સ લઈ શકાય છે. આ દવા એ ગર્ભનિરોધક (ગોળીઓ, કોન્ડોમ, વગેરે) ના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય નહિ.
ડો. દીપા મણીયારના જણાવ્યા અનુસાર પહેલાના સમયમાં વધુ ઈસ્ટ્રોજનવાળી પિલ્સ આવતી જેના સાઈડ ઈફેક્ટ પણ થતા ત્યારે હવે આ મોર્ડન યુગમાં આવતી કોન્ટ્રેપ્સીવ પિલ્સના સાઈડ ઈફેક્ટ પણ ઓછા હોય છે.
ઈમરજન્સી કોન્ટ્રેસેપ્શન પિલ્સ કેવી રીતે કરે છે અસર ??
ઈમરજન્સી કોન્ટ્રેસેપ્શન પિલ્સ જેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન મોટા પ્રમાણમાં હોય છે જે ગર્ભાશયની દીવાલમાં પ્રવેશીને દિવાલને ઠીક કરે છે અને પછી પાડી દે છે અને એક સપ્તાહમાં માસિક આવવાના શરૂ થઈ જાય છે.
૪) ડાયાફ્રેમ
ડાયાફ્રેમએ ગર્ભ નિયંત્રણનું એક સ્વરૂપ છે જે નરમ સિલિકોનથી બનેલા નાના રકાબી જેવા આકારના છીછરા કપ છે. તમે તેને અડધા ભાગમાં વાળો અને તમારા સર્વિક્સને ઢાંકવા માટે તેને તમારી યોનિમાં દાખલ કરો.
૫) નસબંધી પરનો વિચાર કરો:
જો તમે નિશ્ચય કરી ચુક્યા છો કે ભવિષ્યમાં બાળકો પેદા કરવા માંગતા નથી, તો નસબંધી એક વિકલ્પ હોઈ શકે છે. આમાં ટ્યુબલ લિગેશન અથવા નસબંધી જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે ગર્ભાવસ્થાને કાયમ માટે અટકાવે છે. તે યાદ રાખવું અગત્યનું છે કે ગર્ભનિરોધકની કોઈપણ પદ્ધતિ 100% અસરકારક હોતી નથી, અને હંમેશા અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ રહેલું છે. જો તમને તમારા ગર્ભનિરોધક વિશે ચિંતા હોય અથવા લાગે કે તમે ગર્ભવતી હોઈ શકો છો, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે.