આપણે જે ખાઈએ છીએ તેનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક લેવો જરૂરી છે. આ સિવાય કેટલાક એવા ખોરાક છે જેનું યોગ્ય સમયે સેવન ન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. એવા ઘણા ફૂડ્સ છે જે જો સવારે ખાવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, જ્યારે આપણે ખાલી પેટ રહીએ છીએ, ત્યારે આપણા આંતરડામાં અસંખ્ય બેક્ટેરિયા એવા રસાયણો ઉત્પન્ન કરે છે જેના કારણે ખાલી પેટમાં એસિડ સક્રિય નથી થતું. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે આ બેક્ટેરિયાને મારી નાખે છે. તેથી, ખાલી પેટે શું ન ખાવું જોઈએ તે જાણવું જરૂરી છે. તો ચાલો જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ.

5 10

મીઠાઈઓ –

1 16

જો તમે વહેલી સવારે ખાલી પેટે મીઠાઈઓ ખાઓ છો તો તમારું બેન્ડ વાગી શકે છે. ખાંડમાંથી બનેલી કોઈપણ વસ્તુનું સેવન સવારે ખાલી પેટ ન કરવું જોઈએ. કારણ કે માનવ શરીર સવારે પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી. ખાંડને શોષવાની અન્ય કોઈ પદ્ધતિ ન હોવાથી, આ ખાંડ લોહીમાં જશે, રક્ત ખાંડમાં વધારો કરશે. આ બધાને કારણે આંખના રોગોનું જોખમ પણ વધશે. આ સિવાય ખાલી પેટ ખાંડ શરીરમાં એસિડ અને આલ્કલાઇનનું સંતુલન બગાડે છે.

પેસ્ટ્રીઝ-

2 11

જો તમે સવારે ખાલી પેટ પેસ્ટ્રી ખાઓ છો તો તેનાથી તમને ગંભીર સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં, પેસ્ટ્રી અથવા શોર્ટક્રસ્ટ્સમાં વધુ પડતું યીસ્ટ હોય છે જે પેટના અસ્તરને ખંજવાળવાનું શરૂ કરે છે. પેટની અસ્તર સીધી મગજ સાથે સંબંધિત છે. જેના કારણે તે મનની સાથે પેટમાં પણ બળતરા કરે છે.

કાર્બોનેટેડ ડ્રિંક્સ-

10 9

આપણે જાણીએ છીએ કે સવારે ખાલી પેટ આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે. સોફ્ટ ડ્રિંક અથવા ડાયેટ સોડા પોતે એસિડ છે. આ રીતે, જ્યારે તમે સવારે ખાલી પેટે સોફ્ટ ડ્રિંક પીશો, તો પેટમાં એસિડ ચોક્કસપણે વધી જશે અને તે તમને પેટથી મગજ સુધી પરેશાન કરશે. તેનાથી પેટમાં એસિડિટી થઈ શકે છે.

સાઇટ્રસ ફ્રુટ્સ-

3 9

જો તમે સવારે ખાલી પેટ નારંગી કે લીંબુનો રસ પીવો છો તો તેનાથી તમારા પેટને ફાયદો થશે. સાઇટ્રસ ફળો એટલે કે મીઠા અને ખાટા ફળો પણ કાર્બોરેટેડ પદાર્થોની સમાન અસર ધરાવે છે. આ વસ્તુઓ રસાયણો ઉત્પન્ન કરે છે જે ગેસને વધારે છે. તેનાથી પેટમાં એસિડિટી વધશે, જેની અસર છાતી પર પડે છે.

ગરમ મસાલો-

4 10

જો તમે સવારે ખાલી પેટ ગરમ મસાલા અથવા મસાલેદાર ખોરાકનું સેવન કરો છો તો તેનાથી પેટમાં ગેસ થાય છે અને એસિડિટી વધે છે, જેની અસર મગજ પર પણ પડી શકે છે. તેથી, ખાલી પેટે ગરમ મસાલાનું સેવન ન કરો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.