- નેચરલ લુક માટે લિપસ્ટિકને બદલે આ વસ્તુઓ ટ્રાય કરો
- તમારો લિપસ્ટિક લુક બનાવો અટ્રેક્ટિવ
આજના સમયમાં કેટલીક મહિલાઓ સુંદર દેખાવા માટે મેકઅપની ઘણી ટિપ્સ અજમાવતા હોય છે અને સૌથી મહત્વપૂર્ણ મેકઅપ પ્રોડક્ટ્સમાંની એક લિપસ્ટિક હોય છે. જો તમને પણ મેકઅપ કરવાનું પસંદ ના હોય તો તમે ખાલી લિપસ્ટિક લગાવીને પણ સુંદર દેખાઈ શકો છો.
પણ જો તમે તમારા હોઠ પર નેચરલ લુક લાવવા માંગો છો. તો તમે લિપસ્ટિકને બદલે બીજી કેટલીક લિપ પ્રોડક્ટ્સ ટ્રાય કરી શકો છો. તમારા હોઠને નેચરલ લુક આપવાથી હોઠ અને ચહેરો બંને સુંદર લાગે છે. અને તમારી સુંદરતામાં વધારો થાય છે. તો જાણો કે તમારા હોઠ પર નેચરલ લુક માટે તમારે કઈ-કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
લિપ ક્રેયોન
જો તમે તમારા હોઠને મુલાયમ બનાવવા માંગો છો. તો તમે લિપસ્ટિકને બદલે લિપ ક્રેયોનનો ઉપયોગ કરી શકો છો. આજકાલ દિવસેને દિવસે લિપ ક્રેયોન લગાવવાની ફેશન ઝડપથી વધી રહી છે. લિપ ક્રેયોન કાજલ પેન્સિલ જેવી હોય છે. તમે મેટ અને ગ્લોસ લિપ ક્રેયોન બંને વડે તમારા હોઠને કુદરતી રીતે સુંદર દેખાડી શકો છો. આ તમારા હોઠને મોઇશ્ચરાઇઝ કરે છે.
લિપ લાઇનર
લિપસ્ટિક લગાવતા પહેલા તમે લિપ લાઇનરનો ઉપયોગ કરવાનું રાખો. તેનો રંગ તમારી લિપસ્ટિકના રંગ જેવો હોવો જોઈએ. જો રંગ બરાબર મેળ ખાતો નથી. તો તેવા રંગનો ઉપયોગ કરો જે તમારી લિપસ્ટિકથી અલગ ન લાગે. હોઠની આઉટલાઈન પર લિપ લાઇનર લગાવો. તેનાથી તમારા હોઠ પર લિપસ્ટિક વધુ સમય સુધી ટકી રહેશે. આ પછી તમે લિપસ્ટિક બ્રશ વડે લિપસ્ટિકને હોઠ પર બરાબર ફેલાવો. લિપ લાઇનરનો ઉપયોગ કરવાથી તમારા લૂક સારો દેખાય આવે છે.
લિપ સ્ટેન
લિપ સ્ટેન તેના નામ પ્રમાણે જ હોઠ માટેનું એક પ્રવાહી છે. લિપ સ્ટેન તમારા હોઠોને સુંદર શેડમાં રંગે છે. લિપ સ્ટેન સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં અથવા તો જેલના સ્વરૂપમાં હોય છે. જયારે તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરતાં હોવ ત્યારે ઘણી ઝડપથી તમારે આને હોઠ પર લગાવવી જોઈએ. કારણ કે આ વોટર-પ્રૂફ પ્રોડક્ટ છે અને લાંબો સમય સુધી ટકી રહે છે. જો વધારે પ્રમાણમા લિપ સ્ટેન હોઠ પર લાગી ગઈ હોય તો તમે તેને કાઢી શકો છો. લિપ સ્ટેન તમારા હોઠોને ભરાવદાર અને નરમ બનાવે છે. સાથોસાથ તે તમારા હોઠને એક અલગ જ ચમક આપે છે.
લિપ ગ્લોસ
તમારા હોઠને ચમકદાર અને કુદરતી રીતે રંગીન દેખાડવા માટે લિપ ગ્લોસ એક સારો વિકલ્પ છે. લિપ ગ્લોસ તમારા હોઠને મુલાયમ રાખવાની સાથોસાથ સુંદર દેખાવ પણ આપે છે. લિપસ્ટિકની જેમ આ પણ મીણ, તેલ અને રંગદ્રવ્યના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. પાતળા હોઠ માટે લિપ ગ્લોસ ખૂબ જ સારું છે. તે હોઠ પર ચળકતી પડ બનાવે છે. જેનાથી હોઠ ભરાવદાર અને ભરપૂર દેખાય આવે છે.
લિપ બામ
લિપ બામ લગાવવાથી તે તમારા હોઠની સપાટી પર એક સ્તર બનાવે છે. જેનાથી તમારા હોઠ સ્વસ્થ અને કોમળ રહે છે. લિપ બામમાં હાજર વેક્સ, પેરાફિન, લેનોલિન વગેરે તમારા હોઠને સૂકવવાથી બચાવે છે. સાથોસાથ તમારો ચહેરો પણ લીપ બામ લગાવવાથી ફ્રેશ લાગે છે. તમે તમારી પસંદગી પ્રમાણે તમને અનુકૂળ લાગે તેવા શેડનો ઉપયોગ કરીને લિપ બામ પસંદ કરી શકો છો.
આ ટિપ્સ તમારા હોઠોને કુદરતી રીતે સુંદર બનાવે છે. સાથોસાથ તમારો લૂક પણ સારો દેખાય આવે છે. તમે આ ટિપ્સનો નિયમિત ઉપયોગ કરીને તમારા હોઠ પર નેચરલ લુક લાવી શકો છો.