નિસાન કિક્સ : નિસાન પોતાની Kicks ને વિશ્વભરમાં પહેલા જ લોન્ચ કરી ચૂકી છે. જો કે, ઇન્ડિયામાં લોન્ચ થનારું આ મોડલ બીજા દેશો કરતાં અલગ છે. કંપનીએ તેના ઇન્ટીરિયરના ફોટો જાહેર કર્યા છે. ઇન્ડિયામાં લોન્ચ થનારા મોડલમાં સિગ્નેચર વી-મોશન ગ્રીલ લગાવી છે. સાથે જ આ SUVમાં લાગેલા મોટી સાઇઝના સ્વેપ્ટબેક હેડલેમ્પ્સ મળશે. તેમાં LED ડેટાઇમ રનિંગ લેમ્પ્સ પણ હશે. આ કારને ચેન્નઇ સ્થિત નિસાન ડિઝાઇન સેન્ટરમાં ડેવલપ કરવામાં આવી રહી છે. તેમાં ટ્વીન 5-સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. બેકમાં LED ટેલલેમ્પ્સ લાગેલા છે. તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સાથે જ 360 ડિગ્રી વ્યૂવાળો કેમેરો પણ છે જેમાં તમે કારની ચારેય તરફનો નજારો જોઇ શકશો.

2018 nissan kicks angularfront

ટાટા હેરિયર: દેશની જાણીતી કાર કંપની ટાટા મોટર્સ પોતાની કાર્સને વધુ સ્ટાઈલિશ અને પર્ફોર્મન્સવાળી બનાવવા જઈ રહી છે. ટાટા મોટર્સે H5X કૉન્સેપ્ટ બેસ્ડપોતાની નવી સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ એટલે કે SUVના નામનો ખુલાસો કરી દીધો છે. તેનું નામ Tata Harrier હશે, જેને કંપની જેગુઆર અને લેન્ડ રોવરની સાથે મળીને બનાવશે. તમને જણાવી દઇએ કે ટાટાએ H5Xના કૉન્સેપ્ટને 2018ના ઓટો એક્સ્પોમાં લોન્ચ કરી હતી. આ ગાડીનું કોમર્શિયલ  લોન્ચ 2019માં કરવામાં આવશે. Tata Harrier ભારતની કાર નિર્માતા કંપનીની પહેલી એવી ડિઝાઈન હશે જે, IMPACT Design 2.0 પર આધારિત હશે. કંપની દ્વારા રજૂ કરાયેલા કોન્સેપ્ટ મોડલને નવી ડિઝાઈન માટે ખૂબ વખાણવામાં આવી રહી છે. ટાટાની હેરિયર માર્કેટમાં પહેલાથી હાજર Hyundai Creta, અને Jeep Compass જેવી કાર્સને ટક્કર આપશે.

harrier nexon blue 1

7 સીટર વેગન-આર :  કંપની વેગન-આરને 7 સીટર બનાવવા જઈ રહ્યું છે. કંપની હમણાં દેશમાં પાંચ સીટર વેગન-આર વેચે રહી છે. જો કે, નવા વેગન-આરમાં ડ્રાઇવર સાથે, 7 લોકો આરામથી મુસાફરી કરી શકશે. જો કે વેગન આર કરતાં હવે તેની કિંમત થોડી વધારે છે. મારુતિ સુઝુકીની વેગન-આરનું એક નવા વેરિયન્ટ VXI+ લોન્ચ કર્યું છે, તેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 4.69 લાખ રુપિયા છે. આ વેગનઆરનું ટોપ વર્જન છે. એમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ વિકલ્પ છે. વેગન-આર VXI+ ના ગ્રાહકોની માંગને કારણે તૈયાર કરવામાં આવી છે. આ પહેલાથી વધુ સ્ટાઇલિશ, કંફર્ટેબલ અને એડવાન્સ સેફ્ટી ફીચર સાથે આવે છે.

10552003 201008

મહિન્દ્રા XUV 300 : ભારતમાં મહિન્દ્રાની સ્ટાયલિશ SUV, XUV 300 આવી રહી છે. નવા ફેરફારો સાથે આ સમયે ભારતમાં યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં મહિન્દ્રાનાં સૌથી વધુ મોડલ્સ લોન્ચ કરે છે. મહિન્દ્રા નવી SUV બનાવવા માટે ssangyong અને Pininfarina’s  કંપનીની મદદ લેશે. મહિન્દ્રાની બે SUV Ssangyong Tivoli ના પ્લૅટફૉર્મ પર બેસ્ડ થશે તેનું કોડનેમ S201 અને S202 છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે S201નું નામ કદાચ XUV 300 રાખવામાં આવી શકે છે. કારણ કે આ કારની ડિઝાઇન XUV 500ને ઘણી બધી મળતી આવે છે  ફેબ્રુઆરી 2019 ની શરૂઆતમાં મહિન્દ્રા XUV 300 ભારતમાં લોંચ કરવામાં આવશે. નવી મહિન્દ્રા XUV 300 માં ઘણા નવા ફીચર્સ પણ આપી રહી છે. આ કારમાં 7-એરબેગ્સ, સનરૂફ, LED પ્રોજેક્ટર હેડલેમ્પસ અને LED ટેલલેમ્પસ, 17-ઇંચ એલોય વ્હીલ્સ અને આવી ઘણી બધી અલગ અલગ સુવિધાઓ છે. આ નવી મહિન્દ્રા XUV 300 Maruti suzuki vitara brezza અને ford ecosport સાથે મારસે ટક્કર..

કિયા એસયુવી: કિયા મોટર્સની આ ભારતમાં પ્રથમ રજૂઆત છે. કંપની ભારતમાં કારને આગામી વર્ષે લોન્ચ કરશે. એચપી કોન્સેપ્ટ પર બનેલી આ કારનો દેખાવ હ્યુન્ડાઇ ક્રેટાને મળતો આવે છે. કંપનીએ કહ્યું કે, 2019થી 2021 દરમિયાન ભારતમાં એક કોન્પેક્ટ ઇલેક્ટ્રિક વાહન સહિત વાહનોની શ્રેણી રજૂ કરશે. કિયા મોટર્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી હાન કૂ પાર્કે જણાવ્યું, એસપી કોન્સેપ્ટ એયસુવીની ભારતીય બજારને અનુરૂપ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે.

kia sp suv hyundai creta tata harrier render india launch

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.