આજના સમયમાં આપણું મગજ તણાવ, મલ્ટિ-ટાસ્કિંગ અને અતિશય સ્ક્રીન ટાઇમ સહિતના ઘણા પરિબળોથી બોજ ભરેલું રહે છે. યોગ્ય ખોરાક ખાવાથી અને પ્રોસેસ્ડ ફૂડને ટાળવાથી તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારું રહે છે. લ્યુટીન, DHA,ઓમેગા -3, Bવિટામિન્સ, વિટામિન D અને પ્રોટીન તમારા મગજ માટે પોષક તત્વો પૂરા પાડે છે. મગજની નબળાઇ યાદશક્તિને ધીમી કરી દે છે. તેમજ જેમ ઉંમર વધવા લાગે છે. તેમ કેટલાક લોકોની યાદશક્તિ પણ ઘટવા લાગે છે . તે લોકોની કઈક નવું શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા અને મગજની યાદશક્તિ વધારવા માટે 5 હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારા અને ફાયદાકારક છે.
1. અખરોટ
માનવ મગજ જેવા આકારના અખરોટ એ તમારા મગજ માટે બેસ્ટ ખોરાક છે. અખરોટ એ જ્ઞાનાત્મક ઘટાડાને ધીમું કરી શકે છે અને મગજને ઓક્સિડેટીવ નુકસાનથી સુરક્ષિત કરી શકે છે. અખરોટ પોષણથી ભરપૂર હોય છે અને તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, પોલિફીનોલ્સ અને એન્ટીઑકિસડન્ટોની માત્રા પણ હોય છે. અખરોટ નિયમિતપણે ખાવાથી માનસિક સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેમજ મગજની વૃદ્ધત્વ ધીમી થાય છે અને ન્યુરોડિજનરેટિવ રોગનું જોખમ ઘટાડી પણ શકાય છે.
2. પિસ્તા
આ લીલા અને સુંદર દેખાતા પિસ્તા માત્ર ક્રન્ચી અને સ્વાદિષ્ટ નથી. પણ તે તમારા મગજ માટે પણ અનેક ફાયદાઓ આપે છે. તેમાં રહેલા કેરોટીનોઈડ્સ લ્યુટીન અને ઝેક્સાન્થિન મગજમાં લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે. તે તમારા મગજને તેજ અને કેન્દ્રિત રાખી શકે છે. આયુર્વેદમાં પિસ્તાને શરીર અને મનને પોષણ આપવા, મગજના કાર્યમાં સુધારો કરવા અને સમગ્ર જીવનશક્તિને પ્રોત્સાહન આપવા માટે સુપરફૂડ ગણવામાં આવે છે.
3. બદામ
એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે એક મુઠ્ઠી પલાળેલી બદામ ખાવાથી તમારા મગજની ક્ષમતામાં ઘણો વધારો થાય છે. વિટામિન્સ, ખનિજો, ફાઇબર, પ્રોટીન અને તંદુરસ્ત ચરબી જેવા પોષક તત્વોની ઉપરાંત બદામમાં એલ-કાર્નેટીન અને રિબોફ્લેવિન હોય છે. જે મગજના કોષોના વિકાસમાં મદદ કરે છે.
4. અળસી
કેટલાક લોકો એવા હોય છે જેમને અળસી બહુ ભાવતી હોય છે. જ્યારે કેટલાક લોકો અળસી નથી ભાવતી. તે મોંમા પણ નાખતા હોતા નથી. પણ શું તમને ખબર છે કે અળસી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અળસી તમારે રૂટિનમાં ખાવી જોઇએ. અળસીનું તેલ પણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. અળસીના બીમાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા 3 જેવા હેલ્ધી ફેટ્સ હોય છે જે શરીરને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સિવાય એક સાથે અનેક ઘણાં ન્યુટ્રીએન્ટ્સ હોય છે જે તમે અનેક બીમારીઓમાં પણ ખાઇ શકો છો. તેમજ યાદશક્તિમાં વધારો કરી શકે છે. ફ્લેક્સસીડ નિયમિતપણે ખાવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે.
5. કોળાના બીજ
તમારા મગજના સ્વાસ્થ્યને વધારવા અને તેની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તમારા આહારમાં યોગ્ય પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી હોય છે. કોળાના બીજ એ મગજ માટે મેગ્નેશિયમ, જસત, તાંબુ અને આયર્ન જેવા મહત્વપૂર્ણ ખનિજોનો ભંડાર છે. તેમજ નર્વસ સિસ્ટમને જાળવવામાં અને અલ્ઝાઈમર રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.