ગૃહ મંત્રાલયના કહેવા અનુસાર પાકિસ્તાનની ખાનગી એજન્સી એપ્લીકેશનની મદદથી સાઇબર ક્રાઇમ કરે છે.ભારત એક એવો દેશ છે જ્યા લોકો મોટી સંખ્યામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. જો આટલા લોકો સ્માર્ટ ફોન વાપરતા હોય તો સ્વાભાવીક છે કે સાઇબર ક્રાઇમની માત્રા પણ વધુ જ હોય. આ વાતને ધ્યાન દેતા ભારત સરકારના ગૃહમંત્રાલયે મંગળવારે એક ચેતવણ આપી છે. જાણકારીના અનુસાર કેટલીક પાકિસ્તાની એજન્સી એપ્લીકેશનની મદદથી સ્માર્ટ ફોનમાં માલવેર અને વાઇરસ મોકલે છે. જેથી સ્માર્ટ ફોન યુઝરની ખાનગી અને જ‚રી માહિતી લીક થઇ રહી છે. એટલે આપીને જણાવ્યુ છે કે યુઝર આ ૪ એપ્લીકેશન જલ્દી ડીલીટ કરી નાખે.
ચલો જાણીએ આ ૪ એપ્સના નામ
૧ ટોપ ગન
૨ એમપી જંકી
૩ બીડી જંકી
૪ ટોકીંગ ફ્રોગ
ચેતવણીમાં કહ્યુ છે કે જે કોઇ મોબાઇલ (સ્માર્ટફોન)માં એપ્સ છે અને તે વ્યક્તિ (યુઝર) મોબાઇલ બેંકિંગ પણ યુઝ કરે છે. તો તેના બેંક એકાઉન્ટની જાણકારી ખોટી જગ્યા એ જઇ પહોંચે છે. અને એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી જાય છે. આ કામ પાકિસ્તાની એજન્સી કરે છે. એટલે મંત્રાલયએ કહ્યુ છે કે આવી એપ્લીકેશન સ્માર્ટ ફોનમાંથી ડીલીટ કરી નાખવી.માલવેર એક એવો સોફ્ટવેર છે જે તમારા ઇચ્છા વગર સ્માર્ટ ફોનમાં આવી જાય છે અને તમારાી અગત્યની માહિતી ચોરી લ્યે છે.જો તમારા સ્માર્ટ ફોનમાં આવી એપ્લીકેશન છે તો જલ્દી જ ડીલીટ કરો.