રાજકોટના પુજા હોબી સેન્ટરના 29 બાળકોની આગામી માસમાં યોજાનાર સ્ટેટ તેમજ નેશનલ લેવલની સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી છે. ડાન્સ, સ્કેટીંગ, જીમનાસ્ટીક, યોગા અને હલ્લાકપની સ્પર્ધામાં બાળકો અવનવી કૃતિઓ રજૂ કરશે.આગામી મહિનામાં સ્ટેટ અને નેશનલ લેવલની 2021ની કોમ્પીટીશનમાં પુજા હોબી સેન્ટરના 29 બાળકો સિલેકટ થયાં છે. આ બાળકો સ્કેટીંગમાં ફ્રી સ્ટાઇલ, ફીગર સ્કેટીંગ, પેર સ્કેટીંગ, સ્કેટીંગ ડાન્સ, જીમ્નાસ્ટીક, યોગા, હુલ્લા હુપ તથા ડાન્સમાં અવનવી કૃતિઓ રજૂ કરશે.
છેલ્લા 3 મહિનાથી પણ વધારે આ બાળકો લોકડાઉન પછી ટ્રેનીંગ લઇ રહ્યાં છે. 4 વર્ષથી 22 વર્ષ સુધીના આ બાળકો સ્કેટીંગમાં સ્પીડ સ્કેટીંગ આર્ટીસ્ટીક સ્કેટીંગની રજૂઆત કરશે. જેમાં ફ્રી સ્ટાઇલ સ્પીન, જમ્પ, ફૂટવર્ક અને લીફટીંગના અવનવા સ્ટેપ રજૂ કરશે.સ્પીડ સ્કેટીંગમાં ટેનાસીટી કવાર્ડ તથા ઇનલાઇનમાં 100 મીટર, 500 મીટર, 1000 મીટર તથા 5000 મીટરમાં ભાગ લેશે.ડાન્સીંગમાં સોલો, ડયુએટ, ટ્રાયો તથા ગુપડાન્સમાં બાળકો પર ર્ફોમન્સ બતાવશે. જીમ્નાસ્ટીક યોગા અને હુલ્લાહુપમાં બાળકો ડાન્સ અને મ્યુઝીક સાથે સુંદર જામની કૃતિઓ રજૂ કરશે.
ગાંધીધામમાં યોજનારી ‘હાલો ગુજરાત ડાન્સ સ્પર્ધા’ જીટીપીએલ ચેનલ 282 દ્વારા આયોજીત સીઝન 6માં સ્કેટીંગ ડાન્સ વંદેમાતરમ્માં બાળકો ડાયરેકટ ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા છે. બાકીના 10 ડાન્સમાં બાળકો સેમીફાઇનલમાં પહોંચ્યા છે. તા.4-5 એપ્રિલના રોજ યોજાનારી આ સ્પર્ધા ગાંધીધામમાં યોજાનારી છે. પુજા હોબી સેન્ટરના બાળકોનું સિલેકટ રાઉન્ડમાં જજીસે ઉભા થઇ બાળકોની કલાને બિરદાવી સીધી ફાઇનલમાં એન્ટ્રી આપી હતી.
છેલ્લા 29 વર્ષથી બાળકો 28થી પણ વધારે દેશો તથા રાજયોમં પરફોમન્સ બતાવી ચૂકયાં છે. 28થી વધારે શહેરોના બાળકો પોતાનું કૌવત બતાવવાના છે ત્યારે પુજા હોબી સેન્ટરના આ બાળકો ફરી નવા જોશ-જુસ્સા અને ઘગશ સાથે કોવિડની મહામારીને પણ સંવેદનશીલ રીતે પસાર કરીને ફરીથી 2021ના નવા વર્ષમાં આ બધા બાળકો નવા પ્લેટફોર્મમાં નવી દિશા, નવા ઉજાસ તથા નવા અભિગમ સાથે ફરી પોતાની શકિત સાથે ઉત્તમ કૃતિ રજૂ કરશે. સ્ટેટ તથા નેશનલ લેવલે સિલેકટ થયેલા બાળકોમાં સીમરન તંતી, આસ્થા અમીપરા, ખુશી ઉનડકટ, ધ્યાની કાછડીયા, રાહી નાગવેકર, માહી કપુરીયા, દિતિશ્રી ઠુંમર, એન્જલ નથવાણી, હની પ્રજાપતી, તનિષા ધાનાણી, શ્રીજા દેશપાંડે, દીયા સોમૈયા, વાંશિકા રાજદેવ, ક્રિષ્ના રાજદેવ, ખ્વાબ અંતાણી, મીત ગાંધી, પ્રેમ ગાંધી, મન પદારીયા, દેવાશં મોદી, સુફિયાના માંકડા, તનુશ ઢોલરીયા, મોઇન માંકડા, આરવ વસા, ફલક પારેખ, વીધી વોરા, વિશ્ર્વજીતસિંહ જાડેજા, કર્તવ્ય ગાંગાણી, જય ગોસાઇ, અરમાન મેનું વગેરેનો સમાવેશ થાય છે.