આજકાલ, મોટાભાગની કારમાં વોઇસ કમાન્ડના ફીચર્સ આવી રહી છે, પરંતુ ઘણી વાર તે એક ભાષામાં મર્યાદિત હોય છે. ત્યારે ટાટા મોટર્સે તેના બે મોડેલોમાં આવા વોઇસ કમાન્ડ સિસ્ટમ તૈયાર કરી છે જે હિન્દી અને અંગ્રેજી શબ્દોથી બનેલા હિંગ્લિશમાં વોઇસ કમાન્ડ સાંભળે છે. આનો અર્થ એ છે કે તમે કારને ‘ગીત Play કરો’, ‘‘Windscreen સાફ કરો’ માટે ઓર્ડર આપી શકો છો.
Tata Motorsએ તેમની Nexon અને Altroz મોડલમાં આ સિસ્ટમ તૈયાર કરી છે. કંપનીના આ મોડલમાં હર્મન ઇન્ટરનેશનલની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હિંગ્લિશમાં વોઇસ કમાન્ડ સુવિધા આપે છે. Nexonની શોરૂમ પ્રાઈસ 7.19 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને Nexonની કિંમત રૂ.5.80 લાખથી શરૂ થાય છે.
હર્મન ઇન્ટરનેશનલે આ વોઈસ કમાન્ડ સિસ્ટમને Mihupની સાથે મળીને તૈયાર કરી છે. Mihupની આ AVA Auto ફિચર્સ વિશેની વિશેષ બાબત એ છે કે તે ભારતીયોની વાતચીતના રહેલા તફાવતને સમજવામાં સક્ષમ છે.
Mihup પોતાના AVA Auto ઓટો વોઈસ કમાન્ડ સિસ્ટમને બે ભારતીય ભાષાઓમાં અંગ્રેજી સાથે બનેલી ભાષા માટે વિકસાવી રહી છે. કંપનીની સિસ્ટમ ટૂંક સમયમાં તમિલિશ (તમિલ અને અંગ્રેજી) અને બંગ્લિશ (બાંગ્લા અને અંગ્રેજી)માં પણ ઉપલબ્ધ થશે.હાયપર લોકલ માર્કેટના અભિગમ સાથે ટાટા મોટર્સ તેના વાહનોનો વિકાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, કંપની 2022 સુધીમાં તમામ ભારતીય ભાષાઓમાં સમાન વોઇસ કમાન્ડ પ્રદાન કરવાની યોજના ધરાવે છે.
આટલું જ નહીં, ટાટા ગ્રાહકો AVA Autoની હિંગ્લિશ વોઈસ કમાન્ડના ઉપયોગ કરી કોઈપણ પ્રકારનું ગીત અથવા વિડિયો, મેપ બતાવવાના ઓર્ડર આપવાની સાથે સાથે ફોનને પણ કોઈ પણ ભાષામાં એક્સેસ કરી શકો છો. આ ફિચર્સ ઇન્ટરનેટ વિના પણ કામ કરશે.