જોખમની મજા પણ કંઈક અલગ જ હોય છે!
રમતને ભગવાનની જેમ પૂજનારા ખેલાડીઓ માટે જોખમ સાહજીક છે
વિશ્ર્વમાં રમાતી તમામ રમતો પછી ભલે તે ઈન્ડોર રમત હોય કે આઉટડોર આ તમામ રમતોમાં જોખમ તો હોય જ છે અને જે જોખમ લઈને રમત રમે છે તે ખરાઅર્થમાં જિંદા દિલી ખેલાડી કહેવાય છે. કોઈપણ રમતમાં રિસ્ક લેવું તે અત્યંત જરૂરી છે અને તે પછી મેન્ટલ રીસ્ક હોય કે પછી ફિઝીકલ રીસ્ક. એવી જ રીતે ક્રિકેટ પણ જોખમભરી અને રીસ્કી રમત છે. ક્રિકેટનાં ઈતિહાસમાં ઘણાખરા ખેલાડીઓએ પોતાની રમતથી જિંદા દિલીને સાબિત કરી છે જેમાં ભારતનાં સુનિલ ગાવસ્કર, નારી કોન્ટ્રાકટર, વિશ્ર્વનાથ મુંડે, એકનાથ સોલકર, સચિન તેંડુલકર, અનિલ કુંબલે, ડોન બ્રેડમેન, વિવિયન રીચર્ડઝ, ઈતિયાદી આ તમામ ખેલાડીઓએ જોખમ લઈ ક્રિકેટમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. કહેવાય છે કે, ખેલાડીઓ માટે તેમની રમત એ ભગવાનનું સ્થાન હોય છે. વિવિયન રીચર્ડઝ જયારે પણ બેટીંગ કરવા ગ્રાઉન્ડ પર આવતા હતા તો તેની સામે ઘાતક પેશબોલરો હોવા છતાં તેઓ હેલ્મેટ પહેરવાનું સહેજ પણ પસંદ કરતા ન હતા. તેમના ડોકટર અને ડેન્ટીસ્ટ દ્વારા તેઓને માઉથગાર્ડ રાખવાની સલાહ પણ અનેકવિધ વખત કરી હતી પરંતુ તેમના જણાવ્યા મુજબ તેઓ ચિગમ જ તેમના માટે પુરતુ હતું. તેમના દ્વારા મળતી વિગતો મુજબ રીચર્ડઝે જણાવ્યું હતું કે, ચિગમ ખાવાથી ક્રિકેટ રમત રમવાની મજા જ કંઈક અલગ છે.
ભારત-પાકિસ્તાનની જેમ ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે એસીઝ શ્રેણી રમાતી હોય છે ત્યારે બ્રેડમેનને આઉટ કરવો ઈંગ્લેન્ડનાં બોલરો માટે અત્યંત કપરુ સાબિત થયું હતું. આ તકે ૧૯૩૨થી ૧૯૩૩ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમે બોડીલાઈન થ્રિયરી અપનાવી હતી જેમાં લેગ સ્ટમ્પસ અથવા તેનાથી થોડે દુર બોલ રાખી બેટસમેનોને હંફાવવામાં આવતા હતા. આ પઘ્ધતિથી ડોન બ્રેડમેનને કેવી રીતે રોકી શકાય તે માટેના પ્લાન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સુનિલ ગાવસ્કર એકમાત્ર એવો બેટસમેન કે જે હેલ્મેટ પહેર્યા વગર વેસ્ટ ઈન્ડિઝની વિકેટ ઉપર અને વેસ્ટ ઈન્ડિઝનાં ફાસ્ટ બોલરોની સામે ખંતથી અને જિંદા દિલીથી રમત રમી હતી.
સચિન તેંડુલકરનાં પિતાનું જયારે સ્વર્ગવાસ થયો ત્યારબાદ તમામ વિધિ પૂર્ણ કરી સચિન ફરી ગ્રાઉન્ડ પર રમવા ઉતર્યો હતો જયાં તેને સદી ફટકારી હતી. કહેવાનું એ છે કે, જે ખેલાડીઓ જોખમ લ્યે છે એ જ રમતમાં સારું એવું પ્રદર્શન કરતા હોય છે અને તેમનું નામ પણ રોશન થાય છે. ક્રિકેટ હોય કે પછી અન્ય કોઈ રિસ્ક લેવું એટલું જ જરૂરી બને છે પછી તે જોખમ માનસિક હોય કે શારીરિક આ તમામથી પરે થઈ ખેલાડીઓ તેમની રમત રમતા નજરે પડે છે અને તેઓ તેમની જિંદા દિલીને પણ ઉજાગર કરે છે. ૧૯૮૪માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫મી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી જેમાં વિવેયન રિચર્ડઝ ક્રિઝ પર હતા તેની સામે બોલર રીયાન બોથમ બોલીંગ કરી રહ્યા હતા. પેશ બોલર સામે વી.વી.રીચર્ડઝે હેલ્મેટ પહેર્યા વગર જે રીતે હુક શોર્ટ રમી સિકસ ફટકારી હતી તે ક્રિકેટ ઈતિહાસમાં નોંધાઈ છે.