હસ્તરેખા શાસ્ત્રમાં હાથેળીની રેખાઓ,હાથના નિશાનો અને આંગળીઓની બનાવટ વ્યક્તિના ભવિષ્ય સાથે જોડાયેલું હાઈ છે. ત્યારે કેટલાક વ્યક્તિઓના હાથની આંગળીઓના નખ પર સફેદ ડાઘ જોવા મળે છે. આ દાઘનું મહત્વ શું છે તે ચાલો હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જાણીએ…
•હસ્તશાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિની કનિષ્ઠિકા આંગળીના નખ પર સફેદ દાઘ તથા નિશાન હોવું શુભ સંકેત હોય છે. આ વ્યક્તિ પોતાના કાર્યોમાં શીઘ્ર સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ હોય છે.
•હસ્તશાસ્ત્ર અનુસાર જે લોકોના નખનો આકાર પહોડો હોઈ તો તે સ્વાસ્થ્ય સંબંધી મામલે શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત કરે છે. શારીરિક રૂપે શક્તિશાળી હોય છે.
•હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની મધ્ય આંગળીના નખ પર સફેદ નિશાન હોઈ તો શુભ તથા લાભકારી માનવામાં આવે છે. આનાથી વ્યક્તિના જીવનમાં ઘનના આગમનના સંકેત મળે છે.
ચોરસ નખ વાળા લોકો સાહસી અને નેતૃત્વ શક્તિ વાળા હોઈ છે. ગંભીર સ્વભાવ હોવાની સાથે સારા લીડર બનવાના ગુણ ધરાવે છે.
•જે વ્યક્તિના અંગુઠાના નખ પર સફેદ ડાઘ જોવા મળે છે, તો ખરીદ-ફરોખ્તના બિજનેસમાં ખૂબ જ તરક્કી કરે છે.
•જો વ્યક્તિના હાથની ત્રીજી આંગળી પર સફેદ ડાઘ હોય, તો વ્યાપારમાં લાભનું સૂચક માનવામાં આવે છે.
•નખ પર પડતા સફેદ નિશાન રક્ત સંબંધિત પરેશાનિઓના સૂચક માનવામાં આવે છે. એવા વ્યક્તિઓના રક્તચાપ સંબંધિત બીમારીઓનો ખતરો હોઈ છે.