રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાયો સ્નેહમિલન-સન્માન સમારોહ
વેપારઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી 69 વર્ષ જુની વરિઠ મહાજન સંસ્થા ” રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ” ના વિશાળ સભ્ય પરીવારનું સ્નેહમિલન , સંગીત સંધ્યા , ભોજન સમારંભ તથા સન્માન સમારોહનું તા.22-1 રવિવારે યોજાયો હતો. ભવ્ય આયોજન મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સંસદ સભ્ય રામભાઈ મોકરીયા , મેયર ડો . પ્રદિપભાઈ ડવ , ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ , ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા , પ્રદેશ ઉપાધ્યક્ષ ડો . ભરતભાઈ બોઘરા , ગૌસેવા આયોગના પુર્વ ચેરમેન વલ્લભભાઈ કથીરીયા, કસ્ટમ્સ એડીશ્નલ કમિશ્નર મનિષકુમાર ચાવડા , SGST જોઈન્ટ કમિશ્નર રિધેશભાઈ રાવલ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જન2લ મેનેજર કે.વી. મોરી, ચેમ્બરના પુર્વ પ્રમુખઓ, વિવિધ સમાજના પ્રમુખ, તેમજ સૌરાષ્ટ્રની ચેમ્બરો અને એસોસીએશનના હોદેદારો તેમજ બહોળી સંખ્યમાં સભ્ય પરીવારો ઉપસ્થિત રહેલ .
કાર્યક્રમના પ્રારંભે સર્જકોટ ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઈ બારસીયાએ સ્વાગત કરી રાજકોટ ચેમ્બર વેપાર – ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા કટીબધ્ધ છે . તેમજ વ્યકત કરી સય સૌનું સ્વાગત કર્યુ હતું.522 ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ , ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા અને માનમંત્રી નૌતમભાઈ બારસીયાએ બુક તથા મોમેન્ટો અર્પીને સન્માન કરેલ
રાજકોટ ચેમ્બર દ્વારા અત્યાધુનીક અને સંપૂર્ણ માહિતી સાથેની નવી એપ્લીકેશન ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રમુખવી.પી. વૈષ્ણવ તથા અન્ય મહાનુભાવોના વરદ હસ્તે લોન્ચીંગ કરવામાં આવેલ . તેમજ વેપાર – ઉદ્યોગ જગતના નામાંકીત ઉદ્યોગકાર અને શેરબજા2માં ટુંકા સમયમાં લીસ્ટ થઈ ખુબ જ સારી માર્કેટ કેપ હાંસલ કરનાર કંપનીઓ મે.રોલેક્ષ રીંગ્સ લીમીટેડ , બોમ્બે સુપર હાઇબીડસ લીમીટેડ અને મારૂતી ઈન્ટીરીયર પ્રોડકટસ લીમીટેડનું મોમેન્ટો અર્પી સન્માન કરવામાં આવેલા પ્રમુખ વી.પી. વૈષ્ણવએ ઉ5સ્થિતિ સૌ મહાનુભાવો પ્રત્યે આનંદની લાગણી વ્યકત કરેલ.
રાજકોટના વિકાસને લગતી કોઇપણ જરુરીયાત હોય તેની રજુઆત કરી એક બીજ તરીકે કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ ટ્રીલીયન ડોલર ઇકોનોમી વધારવાનું વિઝન છે તેમાં સુર પુરાવી તે વિઝન પુરુ પાડવા પ્રયાસ કરાશે. જીએસટી કાઉન્સીલની મીટીંગ દર ત્રણ મહિને મળતી હોય છે. તો જીએસટી માં નાના મોટા ઘણી વિસંગતતાઓ છે તો તે માટે જીએસટી સંકલન સમીતીની રચના કરવી અને તેમાં રાજયની લીડીંગ ચેમ્બરોને પ્રતિનિધિત્વ આપવું. ગુજરાત સરકારના નેજા હેઠળ રાજકોટ ખાતે એક ઓપન હાઉસ યોજીશું તેમ જણાવેલ.
રાજય સભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ કે વેપાર – ઉદ્યોગના પ્રશ્નોનો ઉકેલ લાવવા જે રજુઆતો કરાયેલ છે તે તેમનો હકક છે . ત્યારે જે જે પ્રશ્નો રજુ કરાયેલ છે તેનું યોગ્ય અને સચોટ નિરાકરણ લાવવા માટે ખાત્રી આપેલ છે .
ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમાં હાજરી આપવા આમંત્રણ આપેલ તે બદલ સહદય અભાર વ્યકત કરતા જણાવેલ કે ગુજરાતના વિકાસમાં વેપાર – ઉદ્યોગનો મહત્વનો સિંહ ફાળો રહયો છે . રાજકોટ જેમ એન્જીનીયરીંગનું હબ છે એમ મોરબીનો સીરામીક ઉદ્યોગ અને જેતપુરનો સાડી ઉદ્યોગ દેશભરમાં જાણીતો છે . રાજકોટનો ઔદ્યોગીક વિસ્તાર વિશ્વફલક પર વિસ્ત 2ી 2 હયું છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને એક રોલ મોડેલ બનાવ્યું છે . અને સમગ્ર દેશમાં ગુજરાત રાજય આજે નંબર વન રાજય તરીકે ઉભરી આવ્યું છે . રાજકોટ ચેમ્બરના માધ્યમથી વેપાર – ઉદ્યોગના જે વણઉકેલ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશું અને રાજકોટના વિકાસ માટે કયારેય પાછી પાની નહી કરાય તેની ખાત્રી આપેલ .
વેપારીઓની સમસ્યાનું સમાધાન કરવા ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા તત્પર: વી.પી.વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વેપારીઓની મહાજન સંસ્થા હરહંમેશથી વેપારીઓના પ્રશ્ને અગ્રેસર રહેતી સંસ્થા છે. વર્ષોથી વેપારીઓના પ્રશ્નો ઉકેલવા આગળ આવતી સંસ્થા છે. આ સંસ્થાનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે ત્યારે સંસ્થાના સભ્યો, ઉદ્યોગ સાહસિકો, મંત્રી, ધારાસભ્યો, સાંસદ સહિતના આગેવાનો હાજર રહ્યા છે. આ તકે મ્યુઝિકલ નાઈટ, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં વેપારીઓની સમસ્યાઓ ઉકેલવા ચેમ્બર ઓફ કોમર્સ વધુ મજબૂતાઈથી આગળ વધશે.
સરકાર સહયોગ આપે તો રાજકોટના ઉદ્યોગો વૈશ્ર્વિક ફલકે છવાઈ જવા તત્પર: પાર્થ ગણાત્રા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ઉદ્યોગકારોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે, રાજકોટથી દિલ્લી અને મુંબઇની વધારાની ફ્લાઇટ તેમજ ટ્રેન શરૂ કરવા સહિતની માંગો અમે કેન્દ્ર સરકાર સમક્ષ મુકવાના છીએ જેથી પરિવહન સરળ બની શકે. તેમણે કહ્યું હતું કે, દૂરન્તો એક્સપ્રેસને મુંબઈના બોરીવલી ખાતે સ્ટોપ આપવા માટે પણ માંગ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ જે રીતે ચીન કોરોના મહામારીમાં સંપડાયું છે ત્યારે ચોક્કસ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વૈશ્વિક ફલકે છવાઈ જવાની તક સાંપડી છે ત્યારે સરકારે થોડો સહયોગ કરવાની જરૂરીયાત છે. જીએસટી સહિતની બાબતે વેપારીઓની કનડગત ન થાય તેના માટે સરકારે પ્રયત્નો કરવાની જરૂરિયાત છે.