નાગરિક બેન્કદ્વારા વાંચન પરબમાં કાલિદાસ રચિત, ઉમાશંકર જોશી ઉનવાદિત ‘શાકુન્તલ’ની ભાવયાત્રા કવિ વિનોદ જોશીએ કરાવી
સામાજિક ઉત્તરદાયિત્વ સો કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા વાંચન પરબમાં મહાકવિ કાલિદાસ રચિત, ઉમાશંકર જોશી અનુવાદિત ‘શાકુન્તલ’ની ભાવયાત્રા કવિ, સંપાદક, સિદ્ધહસ્ત કટાર લેખક અને ઉમદા વક્તા વિનોદ જોશીએ બેન્કની રાજકોટ ખાતેની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’માં રજુ કરી હતી.
વિનોદજોશીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘ઉત્તમ સાહિત્ય એ છે કે જે કાળના વમળોને ઓળંગી જાય છે. હું અહીયા ‘શાકુન્તલ’ના આસ્વાદક તરીકે આવ્યો છું. દુનિયાની ભાગ્યે જ કોઇ એવી ભાષા હશે કે આનાટકનો અનુવાદ ન યો હોય. ભાવ એ આખા નાટકનું કેન્દ્ર છે.જંગલમાં શિકાર કરવા નીકળેલ હસ્તીનાપુરના રાજા દુષ્યંત શકુંતલાને મળેછે, પ્રેમમાં પડે છે અને ગાંધર્વ લગ્ન કરે છે. પરત હસ્તીનાપુરા આવે છે. સમય જતાં બધું જ ભુલી જાય છે.આ બાજુ શકુંતલા ગર્ભવતી બને છે. મુનિ દુર્વાસાક્રોધી શાપ આપે છે સાથો સાથ શાપનું નિવારણ પણ આપે છે. આશ્રમ કન્યાશકુંતલા હસ્તીનાપુર જાય છે પરંતુ શ્રાપિત દુષ્યંત તેને ઓળખતા ની અને સ્વીકાર કરતા ની.આ જ વખતે આકાશમાં વિજળી તાં માતા મેનકા સ્વર્ગમાં મરૂચિ ઋષિના આશ્રમમાં શકુંતલાને લઇ જાય છે. સંજોગોવશ રાજા ઇન્દ્ર દુષ્યંતની મદદ માંગેછે અને યુદ્ધમાં તેની મદદી જીતે છે. પરત ફરતાં દુષ્યંત મરૂચિ ઋષિા આશ્રમમાં જાય છે.ત્યાં તેના પુત્ર સર્વદમનને જુવે છે અને ત્યાં જ શકુંતલાને મળે છે.બધાનું મિલન થાય છે. સાત અંકના નાટકમાં પ્રેક્ષકબધું જ જાણતા હોવા છતાં નાટકને રોમાંચક રીતે માણે છે.’
આ વાંચન પરબમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, ટપુભાઇલીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, રાજશ્રીબેન જાની,ઘનશ્યામભાઇ ઢોલરીયા, કાર્તિકેયભાઇ પારેખ,કિર્તીદાબેન જાદવ, વિવિધ શાખા વિકાસ સમિતિનાં ક્ધવીનર,સહ-ક્ધવીનર, સદસ્યો,ડેલીગેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિરહ્યા હતા.આ પ્રસંગે નલિનભાઇ વસાએ કવિ વિનોદભાઇ જોશીનું પુસ્તક-ખાદીનો રૂમાલ ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરળ-સફળઅને રસપ્રદ સંચાલન અવનિ રાઠોડે ર્ક્યું હતું.