ડિફોલ્ટર સીઈઓના કારણે કંપનીમાં શેર હોલ્ડરના નાણા ફસાઈ જતા હોય સેબીએ પગલા લેવાનું શરૂ કર્યું: લોનની વિગત જાહેર કરવી પડશે

શેરબજારની અનિશ્ચિતતાના કારણે નાણા ધોવાઈ જતા હોવાના આક્ષેપ રોકાણકારો કરતા હોય છે પરંતુ નાણા ધોવાઈ જાય તેની પાછળ ઘણી વખત લોન મામલે જાણી જોઈને વિગતો છુપાવતા ડિફોલ્ટર સીઈઓ પણ કારણભૂત હોય છે. મસમોટી કંપનીઓમાં લોન લઈને જલસા કરતા સીઈઓના કારણે રોકાણકારના નાણા ધોવાઈ જાય છે. આવી સ્થિતિમાં રોકાણકાર મુંઝવણમાં મુકાય છે ત્યારે સેબી આવા કિસ્સા બને નહીં તે માટે એકાએક જાગૃત થઈ છે અને શેર હોલ્ડર્સનું હિત જાળવવા કંપનીમાં બની બેઠેલા લોન ડિફોલ્ટર સીઈઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો છે. અર્થતંત્રમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે કંપનીઓને લોનની વિગતો શેર હોલ્ડર સુધી પહોંચાડવાની તાકીદ કરવામાં આવી છે.

મોટી લોન લઈને લોકોના પૈસે જલ્સા કરતા હોય તેવા માલ્યા, મોદી જેવા નામ લોકજીભે છે જ આવા બની બેઠેલા સીઈઓના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે. લોન ડિફોલ્ટ થઈ ગયા બાદ પોતે નાશી છૂટે છે. જો કે રોકાણકારોના નાણા કંપનીમાં સલવાઈ જાય છે. આવું જોખમ ઘટે તે માટે સીબી કાર્યરત થઈ છે અને જે સીઈઓએ લોન લીધી હોય તેને પોતાની લોનની વિગતો શેર હોલ્ડર સુધી પહોંચાડવાની તાકીદ કરી છે.

7537d2f3 3

 

ભારતીય અર્થતંત્રની રફતાર થોડા સમય માટે ધીમી ઈ છે. અર્થતંત્ર વધુ ધીમુ અને ઢીલુ ન બને તે માટે નાણા મંત્રાલય દ્વારા કેટલાક સુધારા-વધારા કરવામાં આવ્યા છે. ર્અતંત્ર ઉપર સૌથી મોટા જોખમ પૈકી વીલફૂલ ડિફોલ્ટર પણ મોટુ જોખમ છે. જેથી હવે ડિફોલ્ટ હોય તેવી કંપનીઓને તે લોનની વિગતો જાહેર કરવાની તાકિદ થઈ છે. ફાયનાન્સીયલ માર્કેટમાં પારદર્શકતા જાળવવા ડિફોલ્ટ લોનની વિગતો જાહેર કરવાની તાકિદ થઈ છે. જો કે અગાઉ બેંકો કે ધીરાણ લેનાર આવી વિશેષ માહિતી જાહેર કરવા બંધાયેલા ન હતા. અલબત કંપનીઓ ઉપરના દેણાની સંપૂર્ણ વિગતો રોકાણકારો સુધી પહોંચતી ન હોવાથી જે કંપનીઓ લીસ્ટેડ હોય તેમની ડિફોલ્ટ લોનની વિગતો જાહેર કરવી પડશે.

ભારતમાં હજુ પણ ધીરાણ લેનારાઓની શાખ બચાવવા માટે પ્રયાસો થતા હોય છે. બેંકો પણ આવા ડિફોલ્ટરની વિગતો તુરંત જાહેર કરતી નથી. ગ્રાહકની સુરક્ષાને ધ્યાને રાખે છે પરંતુ મોટી લોન ડિફોલ્ટરના કિસ્સા માત્ર ગ્રાહક નહીં પરંતુ સમગ્ર અર્થતંત્રની તબિયત સાથે સંકળાયેલા હોવાથી હવે આવી વિગતો બેંકોને જાહેર કરતા સંકોચ રહેતો નથી. મસમોટી લોન લીધા બાદ વિદેશ નાશી જતા ઉદ્યોગપતિઓની સંખ્યામાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતીત હતી. લોન ડિફોલ્ટરને નાશી જતા અટકાવવા માટે સરકાર પગલા લીધા છે. સરકારે જાહેર બેંકોને પણ આ મામલે કેટલીક સત્તા આપી છે. જેનાથી લોન ડિફોલ્ટરો પાસેથી નાણા કઢાવવામાં બેંકોની સરળતા રહેશે.

ઘણા વર્ષોથી બેન્કર્સ ગ્રાહકોના હિતની સુરક્ષા કરે છે. પરંતુ હિત જાળવવામાં ઘણી વખત લોન ડિફોલ્ટરની વિગતો જાહેર કરવામાં ખચકાય છે. જો કંપની લીસ્ટેડ  હોય તો શેર હોલ્ડરની મૂડી પણ જોખમમાં મુકાઈ જાય છે. ઘણી વખત કંપનીઓ લોનની નિયત તારીખ ચૂકી જાય ત્યારબાદ પખવાડીયે રકમ ચૂકવતી હોય છે. બીજી તરફ બેંકો ડિફોલ્ટ લોન મામલે નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) જાહેર કરતા પહેલા ડિફોલ્ટરને ત્રણ મહિનાનો સમય આપતી હોય છે. આવા સંજોગોમાં લોન લેનાર કંપનીના શેર ગગડી જાય તો પણ બેંકોને નુકશાન થાય તેવી ભીતિ રહે છે. જેથી બેંકોની સ્થિતિ કફોડી બની જાય છે. ધીમે ધીમે ડિફોલ્ટરને છુટો દોર મળે છે. આવા સંજોગોમાં ડિફોલ્ટરની કંપનીના શેર ખરીદી રોકાણકાર પછતાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.