કલાકમાં 15થી 50 ઉલ્કાઓ સ્પષ્ટ જોવા મળશે

દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીક્સ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા. 1-ર નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્ર્વના લોકો ગુરૂવાર તા. 11 મી નવેમ્બર થી તા. ર0 નવેમ્બર દરમ્યાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે.

વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન ર્ક્યું છે. ઉલ્કા વર્ષા નિદર્શનનો મુખ્ય સમારોહ અમદાવાદ ખાતે પસંદગી કરવામાં આવેલ છે. જાથા ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર માસમાં તા. 13 મી થી ર0 દરમ્યાન સિંહ રાશિની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી 1પ થી પ0 અને વધુમાં વધુ 100 (એક્સો) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના શ્યો જેવી અવકાશમાં જોવા મળે છે.

અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા શ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્બિંદુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.વધુમાં પંડયા જણાવે છે કે લીઓનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ મંગળવાર-બુધવાર તારીખ 16/17 નવેમ્બરે અવકાશમાં જોવા મળશે. તા. ર4 થી ર7 નવેમ્બર દરમ્યાન દેવયાની તારા મંડળમાં ઉલ્કાપાત થાય છે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન 10 થી 1ર વખત અને વધુમાં વધુ 1પ વખત ઉલ્કાવર્ષા અવકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે.

જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેક્ધડના 30 કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષ્ાણ જરૂરી છે. લીઓનીડસ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ્ા મુકશે.

જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્નગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિદ્વારકા, મોરબી, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, પંચમહાલ, આહવા, અરવલ્લી, રાજપીપળા,  તાપી-નર્મદા, ધાનેરા, ડીસા, હિંમતનગર,  પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં એક કે બે દિવસીય મધ્યરાત્રિ – પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.  જાથાના ચેરમેન પંડયા અમદાવાદ ખાતે હાજરી આપી અવકાશી ઘટનાઓ સંબંધી વિસ્તૃત માહિતી આપનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.