જીજ્ઞેશદાદા, ધર્મબંધુજી, ડો.મહાદેવપ્રસાદ મહેતા, મીરાબેન ભટ્ટ સત્સંગ દ્વારા લાખો ભકતોને વાણીનો લાભ આપશે
સોમનાથ મહાદેવનાં સાંનિઘ્યમાં સોમનાથ ટ્રસ્ટનાં સહકારથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર આયોજીત શ્રાવણ માસ દરમ્યાન વિશ્વ પ્રસિઘ્ધ સંતો અને કથાકારો દ્વારા સત્સંગનો તેમજ અનેક ધાર્મિક કાર્યક્રમો તેમજ હરીફાઈઓ યોજાયેલ છે.
સોમનાથ ટ્રસ્ટનાં સહયોગથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ આયોજીત તેમજ સહઆયોજન ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજનાં તેમજ કેટરીંગ એસો.નાં પ્રમુખ મીલનભાઈ જોષી, વાલ્મીકી સમાજનાં આગેવાન પ્રવિણભાઈ ચૌહાણ, કોળી સમાજનાં આગેવાન રામભાઈ સોલંકી, લોહાણા સમાજનાં આગેવાન વિપુલભાઈ રાજા અને સંસ્થાઓ વ્યકિતઓનાં સહકારથી શ્રાવણ માસમાં વિશ્વ પ્રસિઘ્ધ સંતો, કથાકારોનો સત્સંગ અનેક ધાર્મિક કાર્યક્રમો, નૃત્ય નાટીકા, ગીત સંગીત, દાંડિયારાસ, હરીફાઈનાં કાર્યક્રમો પથીક આશ્રમ ગ્રાઉન્ડ વોટરપ્રુફ ડોમમાં સંપૂર્ણ વ્યવસ્થા સાથે યોજાયેલ છે. તેમાં તા.૪/૮/૨૦૧૯ને રવિવારે વોઈસ ઓફ સોમનાથ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરનાં કલાકારોની સ્પર્ધા, તા.૧૦/૮/૧૯ રાવળદેવ જોગી દ્વારા ભકિતરસ ડાક, ડમરૂ, તા.૧૨/૮ને સોમવારે ભીખુભાઈ અખીયા, શિવાબીટસ દ્વારા મંદિરમાં સાંજે ૭ વાગ્યે આરતી, તા.૧૪/૮ અને તા.૧૫/૮નાં રોજ વિશ્વ પ્રસિઘ્ધ સંત સ્વામી નારાયણનાં સુરતનાં સંત દ્વારા સત્સંગ, તા.૧૭/૮ને શનિવારે પ્રાંસલાનાં ધર્મબંધુજી દ્વારા સત્સંગ, તા.૧૯/૮ને સોમવારે પ.પૂ. જીજ્ઞેશદાદાનો સત્સંગ, તા.૨૧/૮ જન્માષ્ટમી ફેસ્ટીવલ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરનાં સ્કુલો, કોલેજોનાં વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટીકાની હરીફાઈ, તા.૨૬/૮ અને ૨૭/૮ ડો.મહાદેવ પ્રસાદ મહેતાનો સત્સંગ, તા.૨૮/૮ કથાકાર મીરાબેન ભટ્ટ જુનાગઢવાળાનો સત્સંગ તેમજ શ્રાવણ માસનાં છેલ્લા દિવસે દાંડિયારાસ હરીફાઈ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતનાં દરેક ખેલૈયાઓ આ સ્પર્ધામાં જોડાય શકે છે.
આ તમામ સ્પર્ધાઓમાં જોડાવવા તથા કોઈપણ સત્સંગ અથવા કાર્યક્રમની માહિતી માટે મો.૯૨૨૮૩ ૫૬૬૧૩ પર સંપર્ક કરવો. શ્રાવણ માસમાં યોજાનાર આ તમામ કાર્યક્રમોમાં સૌરાષ્ટ્ર ગુજરાત ભારતનાં તેમજ વિશ્ર્વભરનાં યાત્રિકો તેમજ શિવભકતોને લાભ લેવા અનુરોધ કરાયો છે.