એપલ વોચ સિરિઝ-૩ તાજેતરમાં જ સ્ટીવ જોબ્સ થિયેટરમાં લોન્ચ કરવામાં આવી એપલના સીઈઓ ટીમ કુકે કર્યું વિમોચન
એપલ વોચ લવર માટે એક માઠા સમાચાર છે. કેમ કે એપલની સ્માર્ટ વોચ સીરીઝ-૩માં વોઈસ કોલીંગનો લાભ નહીં મળી શકે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લોસ એન્જલસના સ્ટીવ જોબસ થીયેટર જે એપલના સંકુલમાં જ આવેલું છે. ત્યાં એપલના સીઈઓ ટીમ કૂકે એપલ વોચ સીરીઝ-૩નું વિમોચન કર્યું હતું એટલે કે લોકો અને મીડિયા સમક્ષ એપલ સ્માર્ટ વોચનું અતિઆધુનિક મોડલને લોકો સમક્ષ મુકયું હતું.આ એપલની અતિઆધુનિક સ્માર્ટ વોચમાં ઘણા બધા ફિચર્સ છે પરંતુ તેના વપરાશકર્તાઓને વોઈસ કોલીંગનો લાભ નહીં મળી શકે. આ સિવાય તેમાં જીપીએસ સિસ્ટમ છે. આ ઉપરાંત આ સ્માર્ટ વોચ સ્વીમપ્રુફ છે. તેમાં ૭૦ ટકા વધુ ઝડપી ડયુઅલ કોલ પ્રોસેસર છે. ડબલ્યુ-૨ વાયરલેસ ચીપ છે. મેરોમેટ્રીક એલીમીટર છે. આખો દિવસ ચાલે તેટલી બેટરી છે. આ બધા ફિચર્સ એપલના વોચ લવરને સીરીઝ-૩ મોડલ ખરીદવા માટે લલચાવશે તેમાં બે મત નથી. ટુંકમાં સીરીઝ-૩ સ્માર્ટ વોચએ લોકોના કાંડે બાંધેલો એક પ્રકારનો આઈફોન જ હશે.