ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા છતા મુસાફરોએ ચોકકસ મુદત સુધી સર્વિસ ચાર્જ ચુકવવામાંથી માફી આપતું ભારતીય રેલવે તંત્ર

 

રેલવે પેસેન્જરોની સુવિધા માટે સરકારે ઓનલાઈન ઈ-ટિકિટોની શ‚આત કરી છે, ભારતમાં ડિજીટાઈઝેશન આવ્યા બાદ લોકો ઈન્ટરનેટના માધ્યમોનો વધુ ઉપયોગ કરતા થયા છે ત્યારે ૨૦૧૮ માર્ચ સુધીમાં મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાડવામાં આવશે નહીં. નોટબંધી બાદ ડિજીટલ બુકિંગને વધારવા માટે નવેમ્બરથી સરકારે સર્વિસ ચાર્જ પર રોક લગાવી છે.

જોકે ત્યારબાદ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારાઓની સંખ્યામાં બમણો વધારો થયો તો તેથી રેલવે તંત્રોની તિજોરીયો પણ ઈ-ટિકિટને લીધે ભરાવવા લાગી હતી. આ સુવિધાને સપ્ટેમ્બર ૩૦ થી લંબાવીને માર્ચ સુધી લઈ જવાઈ છે. જોકે આઈઆરટીસી દ્વારા ઓનલાઈન ટિકિટ પર રૂ.૨૦ થી ૪૦ પ્રતિ ટિકિટ વસુલવામાં આવે છે.

જે ગ્રાહકોએ બુકિંગ વખતે જ આપવાના હોય છે. રેલવે કેટરીંગ અને પરિવહન વિભાગને વધુ પ્રોત્સાહન આપવા માટે ટિકિટ એજન્સી અને રેલવે મંત્રાલયે ઓનલાઈન બુકિંગનો ચાર્જ ન વસુલવાની જાહેરાત કરી હતી. જેના ફાયદાઓ મુસાફરોને હજુ માર્ચ સુધી લાભદાયી રહેશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આઈઆરટીસી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ મારફતે ૩૩ ટકાનો નફો દર વર્ષે રણે છે.

જે ખૂબ જ સારુ પ્રમાણ છે પરંતુ હાલ તે આવક પર આ નિર્ણય બાદ કામ લાગશે પરંતુ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. ગત વર્ષની આવક પ્રમાણે રેલવેએ કુલ રૂ.૧૫૦૦ કરોડની આવક મેળવી હતી. જેમાં રૂ.૫૪૦ કરોડની આવક ઈ-બુકિંગ ધરાવે છે.

વર્ષ ૨૦૧૬, ૨૩ નવેમ્બરથી લાગુ કરેલા નિયમ મુજબ સવિસ ચાર્જ, સર્વિસ ટેકસ ઓનલાઈન બુકિંગ દ્વારા વસુલાયો નથી માટે હાલ રેલવે મુસાફરોએ જો ઈ-ટિકિટ રેલવે માટે બુક કરાવવી હોય તો તેનો કોઈ ચાર્જ લાગશે નહીં, માત્ર ટિકિટની કિંમત જ મુસાફરોએ ચુકવવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.