ચિંતાજનક હદે વધતુ વાહનોનું પ્રદૂષણ રાજકોટવાસીઓને ગુંગળાવી મુકશે: રોજીંદા ટ્રાફિકજામ માટે વાહનોની વધતી સંખ્યા અને ટ્રાફિક સેન્સનો અભાવ જવાબદાર

રાજકોટ શહેરમાં પાછલા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. મુંબઈ-દિલ્હી-કોલકત્તા જેવા મેટ્રો શહેરોની હરોળમાં રાજકોટની ટ્રાફિક સમસ્યા આવી ગઈ છે. વાહનોના પાર્કિંગ અને નાના અકસ્માતોને લઈને વાહન ચાલકો વચ્ચેના ઝઘડાઓની ઘટના રોજીંદી બની ગઈ છે.

વાહનોમાંી નીકળતા ધુમાડાને કારણે શહેરમાં હવાનું પ્રદુષણ અસહ્ય માત્રાી વધુ ઈ ગયું છે. જેને લઈને આંખોમાં બળતરા તા શ્ર્વાસની તકલીફો વધતી ચાલી છે. ખાસ કરીને સ્કૂલે જતાં બાળકોને ટ્રાફિકજામને કારણે વધુ સમય સુધી અટવાયેલા રહેવું પડતું હોવાને કારણે વધુ પડતી તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઈ રહી છે. ટ્રાફિકજામની વચ્ચે જ ફરજ બજાવવા ઊભા રહેતા પોલીસ કર્મચારીઓનાં સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર ઈ રહી છે. ત્યારે રળીયામણા કહેવાતા રાજકોટને પ્રદુષણ મુકત કરવા વાહનોની સંખ્યા ઉપર નિયંત્રણ મુકવાનો સમય પાકી ગયો છે.

vlcsnap 2018 04 09 13h11m26s206૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં રાજકોટ આર.ટી.ઓમાં ૯૮૯૩૫ વાહનોની નોંધણી ઈ છે. જેમાં ૧૭૯૬૫ ફોર વ્હીલ તેમજ ૭૩૬૧૭ દ્વિચક્રી પ્રકારના વાહનોનો વધારો યો છે. રાજકોટ આર.ટી.ઓ.માંથી પ્રાપ્ત તી વિગતો અનુસાર શહેરની વસ્તીની સાપેક્ષ વાહનોની સંખ્યા વધી છે. એટલે કે, અંદાજે વીસેક લાખની વસ્તીને સામે વાહનોની સંખ્યા તેનાી વધી ગઈ છે. ઘર દીઠ સરેરાશ બે કે ત્રણ વાહનો હોવા સામાન્ય બાબત ઈ ગઈ છે.

આના કારણે શહેરમાં ટ્રાફિક ન્યુસન્સ દિવસે દિવસે વધતું ચાલ્યું છે. પાર્કિંગનો પ્રશ્ર્ન માાનાં દુ:ખાવા સમાન બન્યો છે. જાહેર સ્થળો ઉપર પાર્કિંગ કરવા માટેની જગ્યા જ નથી બચી. પીક અવર દરમિયાન ટ્રાફિકજામની સમસ્યાને કારણે પ્રદૂષણમાં પણ ધરખમ વધારો યો છે.

રાજકોટ આર.ટી.ઓ. અધિકારી જે.વી.શાહે ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં આ અંગે ચિંતાજનક સુર વ્યકત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં હોસ્પિટલની ઈમરજન્સી સેવાઓ ટ્રાફિકજામની સ્થિતિમાં અવરોધાશે ત્યારે મહામુલુ જીવન બચાવવું પણ મુશ્કેલ બનશે જે હદે વાહનોની સંખ્યા વધી રહી છે. ત્યારે પગે ચાલીને જતા રાહદારીઓ માટે ચાલવાની જગ્યા પણ નહીં બચે. વધેલી વાહનોની સંખ્યાને કારણે શહેરનાં રસ્તાઓ સાંકડા બનતા જાય છે. આડેધડ કરાતા પાર્કિંગને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી કપરી બની છે. આ ઉપરાંત સતત ટ્રાફિકની વચ્ચે ઉભા રહીને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.

vlcsnap 2018 04 09 13h09m26s46 Copy Copy

આર.ટી.ઓ. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના નાગરિકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે, કાર પુલિંગ (એક જ કારમાં ત્રણ-ચાર વ્યક્તિઓ ધંધા-રોજગારનાં સ્ળે એક સો જાય) તા નજીકના સ્ળે જવા સાયકલનો ઉપયોગ કરે તે સમયની માંગ છે. શહેરમાં વીસ થી વધુ સ્ળે પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. તેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તો પાર્કિંગની સમસ્યામાંથી મહદ્ અંશે છુટકારો મળે.

વધતા વાહનોની સંખ્યાનો અંદાજ એ ઉપરી આવે છે કે વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીએ કુલ આવકમાં લગભગ ૩૭ કરોડ રૂપીયાનો વધારો થયો છે. નિયમ ભંગ બદલની દંડનાત્મક આવક ૧ વર્ષમાં ૬ કરોડી વધુ ઈ છે. જેના ઉપરી ખ્યાલ આવે છે કે, લોકો કેટલા મોટા પ્રમાણમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.