સ્ટેશન પર ટ્વીન રોડ ઓવરબ્રિજ અને પાલનપુર યાર્ડમાં પદયાત્રી સબવેનો સમાવેશ
કેન્દ્રીય રેલ અને કાપડ રાજ્ય મંત્રી, દર્શના જરદોશે 13મી મે, 2022ના રોજ ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિસ્તૃત કનેક્ટિવિટીની સાથે સાથે સલામતી અને સુવિધા વધારવાથી સંબંધિત વિવિધ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ભરતસિંહજી ડાભી, પરબતભાઈ પટેલ, જુગલસિંહ લોખંડવાલા, દિનેશચંદ્ર અનાવડિયા અને ધારાસભ્ય રમણભાઈ પટેલ, અજમલજી ઠાકોર અને કરશનભાઈ સોલંકી અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની સાથે- સાથે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના રેલ્વે મેનેજર તરૂણ જૈન અને વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી સલામતી, ઝડપ અને ગતિશીલતાને વધારવા માટે મુજબ કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે પાલનપુર-ઉમરદશી, ઊંઝા-ભાંડુ મોટીદાઉ વિભાગમાં નવનિર્મિત રોડ ઓવરબ્રિજો અને પાલનપુર સ્ટેશન પર ટ્વીન રોડ ઓવર બ્રિજ (નં. 1) અને અમદાવાદના પાલનપુર યાર્ડ ખાતે એક રાહદારી સબવેનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રીએ ભારતીય રેલ્વેની સાથે-સાથે પશ્ચિમ રેલ્વે માટેનું તેમનું દ્રષ્ટિકોણ શેર કર્યું અને રેલ્વે દ્વારા આ ક્ષેત્રમાં લાવવામાં આવતા નવા અને સકારાત્મક ફેરફારોનું સ્વાગત કર્યું એ વાત પર ભાર મુક્યો હતો, આ જાહેર કલ્યાણ પ્રોજેક્ટ્સથી મુસાફરોની સલામતી અને સુરક્ષાને વધારશે અને તમામ હિતધારકો માટે મુસાફરીને સરળ અને વધુ સુલભ બનાવશે.
નવનિર્મિત રોડ ઓવર બ્રિજ ક્રોસિંગની જગ્યાએ બનાવવામાં આવ્યા છે, પાલનપુર યાર્ડ ખાતે એક ટ્વીન આરઓબી બનાવવામાં આવેલ છે, આ રોડ ઓવરબ્રીજોને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને રાજ્ય સરકાર સાથે રૂ. 148.77 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે, આ પ્રોજેક્ટ્સ રેલ ટ્રાફિકની સમય, પાબંદી, સુનિશ્ચિત કરવાની સાથે-સાથે સલામતી અને ઝડપ વધારવા પર સીધી અસર પડશે. વાહનોની અવરજવર માટે સરળ અને સલામત વિકલ્પ પૂરો પાડે છે, ભીડ ઓછી થાય છે. ભાંડુ, વિસનગર, જેતલ વાસણા, એસબીપુરા, પાલનપુર વગેરેના લોકોને રાજ્ય માર્ગ સાથે વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. પાલનપુર સ્ટેશન પર રૂ.3.5 કરોડના ખર્ચે એક નવો રાહદારી સબવે બનાવવામાં આવ્યો છે. સબવેમાં બંને છેડે રેમ્પ છે અને તે વિકલાંગ વ્યક્તિઓ સહિત રાહદારીઓ માટે સરળ અને સલામત અવરજવરની સુવિધા આપશે. કેન્દ્રીય રાજ્યમંત્રી જરદોશેએ આ સુવિધાઓ બદલ માનવ જનતાને અભિનંદન પાઠવ્યા હતા