આગામી સોમવારી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરીક્ષા કેન્દ્રો માટે ખાનગી શાળાઓ રાખવામાં આવી છે. ત્યારે ખાનગી શાળાઓ દ્વારા પરીર્ક્ષાીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, યોગ્ય વાતાવરણમાં વિધાર્થી પોતાનું પેપર લખી શકે તે પ્રકારે વ્યવસ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત છાત્રો માટે ખાસ મેડિકલ સુવિધા તેમજ અન્ય પ્રામિક સુવિધાઓ પણ શાળા ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષાને લઈને છાત્રો થોડા ચિંતીત હોય છે. ત્યારે પરીક્ષા હોલમાં તેમને અનુકુળ વાતાવરણ આપી, અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. શાળાઓ દ્વારા તેમના છાત્રો કે જે બોર્ડની પરીક્ષા આપવાના છે તેઓને અગાઉી જ પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન શું શું સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ધોળકીયા સ્કુલના પરીક્ષાર્થીઓની વિશેષ કાળજી લેવાશે: કૃષ્ણકાંત ધોળકીયા

ધોળકીયા સ્કુલનાં કૃષ્ણકાંત ધોળકીયાએ જણાવ્યું કે હાલ બોર્ડની પરીક્ષા આગામી ૧૨ માર્ચ થી શરૂ થાય છે. અને અમારી સ્કુલમાંથી ૧૫૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આવી રહ્યા છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અમે જે કીટ આપલે છે એ કીટમાં લાસ્ટ મોમેન્ટમાં રીવીઝન કેમ કરવું છેલ્લી મીનીટમાં બાળકો ગભરાય જાય છે. અને ટેક્ષબુક વાચવી એ જટીલ હોય, શું વાંચવું શું ન વાંચવું એ સમયે અમે એક રસ્તો આપ્યો તે પ્રમાણે ટ્રેક ઉપર ચાલે પરીક્ષા દરમિયાન અકસ્માત બને તો અમારા દરેક બાળક પાસે પ્રીન્સીપાલ અને સ્કુલનાં શિક્ષકનો નંબર છે. ત્યારે તે તરત જાણ કરે ત્યારે એ સમયે શિક્ષકો ત્યાં પહોચી જશે સાથે વિષયમાં પણ મુશ્કેલ હોય તો તે વાંચી શકે નહી એની બાજુમાં બેસીને સંપૂર્ણ રીતે રીવીઝનએ સ્કુલનાં વિષય શિક્ષક પાસે કરાવામાં આવશે. વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં ગભરાવાની જરૂર નથી હોતી પરીક્ષા મધ્યમ હોય છે. તૈયારીનું મૂલ્યાન પણ હોય છે. પરીક્ષા દરમિયાન કરેલી મહેનતનું રીપ્રેઝન્ટેશન સારી રીતે કરવું.

gujrat news | rajkot
gujrat news | rajkot

પંચશીલ સ્કૂલમાં પરીર્ક્ષાીઓને મળશે યોગ્ય વાતાવરણ: યોગરાજસિંહ જાડેજા

પંચશીલ સ્કૂલના મેનેજર યોગરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, પંચશીલ સ્કૂલ ખાતે એસ.એસ.સી. બોર્ડ માટેનું કેન્દ્ર ફાળવેલ છે. વિદ્યાર્થી ઓ સારા વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે શાળા દ્વારા પુરતી તૈયારી કરાવામાં આવી છે. સૌપ્રમ દિવસે વિદ્યાર્થી ઓનું કુમકુમ તિલક દ્વારા મોં મીઠુ કરીને સ્વાગત કરાવામાં આવશે. વિદ્યાર્થી માટે તમામ પ્રામિક સુવિધા શાળામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થી માટે પીવાના પાણીની વ્યવસ છે. સેનીટરી પેડની સુવિધા છે. આ ઉપરાંત વિર્દ્યાીને આકસ્મિક બનાવ બને તો તેના માટે ફસ્ટ એડ બોકસ અને શાળા દ્વારા કરવામાં આવશે. પંચશીલ સ્કૂલ દ્વારા પરીક્ષા આપવા આવનાર દરેક પરિક્ષાર્થી સારૂ વાતાવરણ મળે એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. શિક્ષકો વિદ્યાર્થીને તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આત્મ વિશ્વાસ જાળવામાં આવ્યું છે. સંપૂર્ણ મહેનત કરવામાં આવી છે. પરીર્ક્ષાી એ જે કોય તૈયારી કરી છે. તો આત્મ વિશ્વાસી પરીક્ષા આપો યોગ્ય પરીણામ મળે.

gujrat news | rajkot
gujrat news | rajkot

મોદી સ્કુલમાં બોર્ડ ના છાત્રોનું ભવ્ય સ્વાગત કરાશે: નિલેશ એન્જલીયા

મોદી સ્કુલના પ્રિન્સીપાલ નિલેશ એન્જલીયાએ જણાવ્યું કે આગામી ૧ર માર્ચથી બોર્ડની પરીક્ષા શરુ થઇ રહી છે. મોદી સ્કુલનું સેન્ટર છે. એની અંરદની એ પ્રકારે વ્યવસ્થા ગોઠવાય છે કે વિઘાર્થી આવે તેનો ડર નીકળે એનું ભાવ ભર્યુ સ્વાગત થાય એની સાથે પેડો દય મીઠુ મોંઢુ થાય એ વ્યવસ્થા કરેલ છે. પ્રાથમીક સુવિધા બધી જ આપેલ છે. અને સારી રીતે પરીક્ષા લેવાય વિઘાર્થીને કોઇપણ પ્રકારના ડર વગર પરીક્ષા આપે પરીક્ષા લેવાય વિઘાર્થીને કોઇપણ પ્રકારના ડર વગર પરીક્ષા આપે પરીક્ષા દરમિયાન કોઇપણ આકસ્મિત બનાવ બને એ દરમિયાન વિઘાર્થીને પ્રાથમીક સુવિધા મળીજાય એના માટે ફસ્ટ એડ કીટ રાખેલ છે. છતાં વધારે બનાવ બને તો ૧૦૮માં કોલ કરીને બોલાવી લેશુઁ. આખું વર્ષ દરમિયાન વિઘાર્થીઓએ મહેનત કરી છે શિક્ષકે ખુબ સરસ રીતે ભણાવ્યા છે એના માતા-પિતાના આશીર્વાદ બધુ મળશે એટલે વિઘાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકશે. મોદી સ્કુલથી શુભ ઇચ્છા કે ડર વગર પરીક્ષા આપો અને જે કાંઇ રીવીઝન કર્યુછે પેપર આવ્યા છે એના પછીના ફાઇનલ પરીક્ષા છે તો ખુબ સરસ પેપર જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.