મુખ્યમંત્રી બોટાદમાં, પ્રભારી મંત્રીઓ પોત-પોતાના જિલ્લામાં હોવાના કારણે મંત્રી મંડળની બેઠક મુલતવી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને દર બુધવારે સવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળતી હોય છે જેમાં વિવિધ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. દરમિયાન આવતીકાલે પ્રજાસત્તાક પર્વ હોય મુખ્યમંત્રી રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે બોટાદ ખાતે પહોંચી ગયા છે જયારે કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીઓ પોતપોતાના પ્રભાર જિલ્લામાં હોવાના કારણે આજે કેબિનેટ બેઠક મળી શકી ન હતી. હવે આવતા સપ્તાહે કેબિનેટ બેઠક મળશે.
દર બુધવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળતી હોય છે જેમાં રાજયની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવતી હોય છે અને ભાવિઆયોજનો ઘડવામાં આવે છે સાથે સાથ નીતી વિષયક નિર્ણયલ પણ લેવામાં આવે છે. દરમિયાન પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા અને ઘ્વજવંદન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો તેઓને ફાળવવામાં આવેલા જિલ્લામાં પહોંચી ગયા છે. જેના કારણે આજે કેબિનેટ બેઠક મળી શકી ન હતી.