અબતક, રાજકોટ
‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ “આયુર્વેદ આજે નહિ તો કયારે !!” માં વૈદ્ય સભાના નિષ્ણાંત ડો. યતિન વૈદ્ય અને આયુર્વેદાચાર્ય ડો. આશિષ પટેલએ રૂટિન શરદી અને કોરોનાની શરદી વચ્ચે શું ફરક છે. તેમાં થતી તકલીફ અને તે માટે શું નિવારણ કરવું અને તેમનાથી બચાવવા માટે શું તકેદારી રાખવી એ માટે વિશે માહીતી આપતો કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે. તેનો વિશેષ અહેવાલ અહી રજુ કર્યો છે.
પ્રશ્ર્ન:- રૂટિનમાં શરદી થાય તે કયા પ્રકારની છે તે જણાવો.
જવાબ:- શરદીએ સામાન્ય દર્દ તરીકે માનતા અને માન્ય છીએ શરદીએ શરીરમાં રહેલા દોષ બહાર કાઢવા માટે દોષ છે. કફ અવરોધક સ્ત્રોત એ શરદી વાટે કફને બહાર કાઢે છે. સામાન્ય રીતે શરદીને આપણે એટલું મહત્વ આપ્યું ન હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના આવવાથી શરદીથી લોકો ચિંતામય બન્યા છે. અને તકેદારી રાખતા શીખ્યા છે.
પ્રશ્ર્ન:- શરદી થવાના કારણો કયા કયા હોય શકે છે.
જવાબ:- શરદી થવામાં ઋતુમાં થતા ફેરફાર તેમજ એલજી થતી શરદી થાય છે. એલર્જીની શરદી શરીરને કોઇ વસ્તુ માફક ના આવતા તે શરદી વાટે બહાર કાઢવા પ્રયત્ન કરે છે. કફ એ આપણા શરીરનો કચરો છે તેને મોટે ભાગે બહાર કાઢવો જોઇએ.
પ્રશ્ર્ન:- શરદીએ આઠ દિવસ જ મટે એ આયુર્વેદની દ્રષ્ટિ કેટલું તથ્ય છે.
જવાબ:- શરદી એટલે કે કફ બહાર નીકળી જવા દેવા જોઇએ શરદી માટે ઘરગથ્થુ ઉપાય કરી અને કફને છુટો પાડી બહાર કાઢે છે. શરદીને સાથે તાવ અને માથાના દુ:ખાવો વગેરે હોય તો આયુર્વેદમાં સુદર્શન ધનવટી વગેરેનો ઉપયોગ કરવો જરુરી લાગે તો જ દવાનો ઉપયોગ કરવો કફને દબાવવાની કોશીષ ના કરવી.
પ્રશ્ર્ન:- શરદી માટે ઘરગથ્થુ ઉપાય કયા કયા એ જણાવો
પરંપરાને વળગી રહો તેને જાળવી રાખવાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે: આશિષ પટેલ
જવાબ:- શરદી થાય ત્યારે પેટ ભરી ને જમવું બને તો ભુખ કરતાં 50 ટકા જ ભોજન લેવું જે જમવા હળવી છે. તેવો જ ખોરાક લેવો લોટ, ગોળ, ખાંડ, દૂધ શકય હોય તેટલો ઓછો લેવો શકય હોય તેટલો બહાર કાઢવાની કોશીષ કરવાની ગરમ પાણી પીવુ, નાશ લેવી. માથા ટોપી પહેરવી ઢાંકવુ ઉકાળેલું પીવો વગેરે ઘ્યાન રાખવાથી ઝડપથી શરદીને મટાડી શકાય છે.
પ્રશ્ર્ન:- શરદીમાંથી નિમોનિયા જેવા રોગ થવાની શકયતા ખરી?
જવાબ:- શરદીમાંથી નિમોનિયા થઇ શકે છે પરંતુ શરદી કયાં કારણોથી થઇ છે શરદીની સાથે તાવ હોય અને કફનું પ્રમાણ વધારે હોય તો નિમોનિયા થવાની શકયતા હોય છે. સામાન્ય શરદી જેમાં નાકમાંથી પાણી નીકળવા એવું સામાન્ય બાબતમાં કોઇ રોગ થવાની શકયતા નથી.
પ્રશ્ર્ન:- રૂટિન શરદી અને અત્યારે કોરોનાની શરદી વચ્ચે શું તફાવત જોવા મળે છે?
જવાબ:- કોરોનામાં થતી શરદીની અસર ફેફસા ઉપર થતી હતી તેને કારણે ચિંતાનો વિષય બન્યો હવે અત્યારે આપણ વચ્ચે 80 ટકા લોકોને કોરોનાની અસર ચુકી છે. એટલે એ અત્યારે લગભગ બધાએ રસી પણ લઇ લીધી છે. પરંતુ બે થી ત્રણ દિવસ ઘરગથ્થુ ઉપાય કર્યા પછી તરત ડોકટરની સલાહ લેવી ખાસ કરી રોગ પ્રતિકારક શકિત વધે તેનું ખાસ ઘ્યાન રાખવું.
પ્રશ્ર્ન:- રોગ પ્રતિકારક શકિત વધારવા માટે શું કરવું જોઇએ?
જવાબ:- રોગ પ્રતિકારક શકિત વધારવા માટે આપણા શરીર ને કઇ તાસીર લાગુ પડે છે. તેનું ખાસ ઘ્યાન રાખવું આપણા શરીરને કઇ રીતે દિનચર્યાનો પ્રભાવ પડે છે. તેનું ઘ્યાન રાખવું આજના યુવાન એ તરફ વળ્યો છે. જવાથી પાછુ વળવું તકલીફ જણાય છે આપણા શરીરને સદે અને પચે એવો આહાર લેવાથી આપોઆપ રોગ પ્રતિકારક શકિત વધે છે.