અગાઉ લખ્યા મુજબ ઇમરાનખાનની તકલીફો ધીમે ધીમે વધતી જાય છે એક સમયના ઓલરાઉન્ડર અને પાકિસ્તાનના વઝીરે આઝમ રહી ચૂકેલા ઇમરાન ખાન આગામી દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરશે તે અત્રે જણાવેલ હતું આ ઉપરાંત દિનબદિન પાકિસ્તાનની હાલત પણ ખરાબ થતી જાય છે જે અત્રે લખી ચુક્યો છું.
વળી ૨૦૨૩ એ કેતુની વર્ષ છે માટે આ વર્ષમાં ઘણી રહસ્યમય શોધો થશે. પૃથ્વીથી ૧૩૮ પ્રકાશવર્ષ દૂર એક પૃથ્વી જેવો જ ગ્રહ મળ્યો છે અને આ સિવાય પણ અવકાશમાં આશ્ચર્ય પમાડે તેવા અનેક સંશોધનો થઇ રહ્યા છે અને ૨૦૨૩ના અંત સુધીમાં અપને ઘણી હેરતઅંગેઝ ઘટનાનો સામનો કરવો પડશે વળી અવકાશ ક્ષેત્રે અને મિસાઈલ ક્ષેત્રે ઘણા નવા સંશોધનો સામે આવશે જે અગાઉ પણ લખી ચુક્યો છું.
ગોચર ગ્રહોની વાત કરીએ તો સેનાપતિ મંગળ મિથુનમાં નવા સિરાથી વાટાઘાટો શરુ કરી અને પરિણામ લાવવાની કોશિશ કરી રહ્યા છે પણ સેનાપતિની આદત મુજબ પરદા પાછળ હથિયારો પણ તૈયાર રાખ્યા છે અને વિશ્વ આ બેવડી ભૂમિકામાં ગુંચવાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં એક ચેહરા પર થી બીજો ચેહરો ઉતરતો જોવા મળશે વળી હમશકલની ભૂમિકા પણ કોઈ જગ્યા એ જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨