જેમ જેમ ચાંડાળયોગ નજીક આવતો જાય છે તેમ તેમ તેની વિશ્વવ્યાપી અસરો જોવા મળી રહી છે અને અનેક દેશોની એક બીજા સામેની માથાકૂટો વધી રહી છે અને અનેક દેશ લશ્કરી કવાયત યોજી રહ્યા છે વળી રશિયાનો મોટો જ્વાળામુખી પણ ફાટ્યો છે અને સાથે સાથે ગુરુ રાહુ યુતિ આત્મઘાતના પ્રમાણમાં વધારો કરી રહી છે.
ગુરુ રાહુ સાથે આવવાથી દેશ અને દુનિયાની રાજનીતિમાં પણ નવા પ્રકરણો લખવાનું શરુ થશે ભારતની વાત કરીએ તો બારમેથી પસાર થતી આ યુતિમાં ઘણા નેતાઓ ની કારકિર્દી જોખમમાં મુકતી જોવા મળશે. ૧૪ તારીખે સૂર્ય મેષમાં આવતા ગરમીમાં વૃદ્ધિ થશે અને સાથે સાથે યુદ્ધ જેવી સ્થિતિઓ પણ ઉભી થતી જોવા મળશે.
આગામી સમયમાં માનવજાત સામે જે પડકારો છે તેમાં યુદ્ધ એક મોટો પડકાર છે વળી આ સમયમાં બાયોવેપન-જૈવિક હથિયાર એક મોટી સમસ્યા બની જાય અને વિશ્વના અનેક દેશો માટે એ ચિંતાનું કારણ બને. આ સમયમાં વિશ્વની મહાસત્તાઓ પણ આ બાબતમા ખાસ ચિંતિત રહે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨