સૂર્ય ઉચ્ચના છે અને ગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે સત્તા પર બિરાજમાન લોકોની કસોટી થઇ રહી છે અને આગામી દિવસોમાં પણ ઉચ્ચ પદે બિરાજમાન લોકોની કસોટી થવા જઈ રહી છે વળી રાજનીતિમાં પોતાનો અલગ મુકામ બનાવનાર અનેક લોકો ચર્ચામાં આવતા જોવા મળશે અને મુશ્કેલીમાં મુકતા જોવા મળશે વિશ્વમાં ઘણા દેશોની સરકારમાં તથા કેટલાક પ્રદેશોની સરકારમાં પણ નવાજુની થવાના એંધાણ છે.
આગામી દિવસોમાં આવતા બે ગ્રહણ અને ચાર ગ્રહોની યુતિ ઘણી નવી ઘટનાઓને જન્મ આપી રહી છે વળી ચાંડાળયોગની શરૂઆત થતી હોય ધાર્મિક અસહિષ્ણુતા પણ જોવા મળી શકે છે અને તે અંગે પ્રશ્નો આવતા જોવા મળે બે જૂથ સામસામે આવી જતા જોવા મળે.
આ સમયમાં આતંકી ગતિવિધિ પણ તેજ થતી જોવા મળે. મેષ રાશિમાં થતી ચાર ગ્રહોની યુતિ અનેક ક્ષેત્રે નવી શરૂઆત બતાવે છે એમ કહી શકાય કે એક યુગનો અંત અને નવા યુગ નો પ્રારંભ થઇ રહ્યો છે આજે બુધવારી અમાસ છે કાલે ગ્રહણ છે અને વૈશાખ માસનો પ્રારંભ ૨૧ એપિલ ને શુક્રવારથી થઇ રહ્યો છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨