જીવંત પ્રસારણમાં જાતીય સતામણી, પોક્સોના કેસ બાકાત રહેશે

ગુજરાતની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની કવાયત શરૂ થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે, હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યા છે. જેથી હવે આગામી સમયમાં ગુજરાતની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઈ શકાશે. જોકે તેમ પણ અમુક નિયમો જેમ કે, જીવંત પ્રસારણમાં જાતીય સતામણી, પોક્સોના કેસ બાકાત રહેશે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યા છે. હાઇકોર્ટે જીવંત પ્રસારણની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી છે. જેને  લઈ હવે આગમાઈ દિવસોમાં 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઈ શકાશે. જોકે જીવંત પ્રસારણને કોઇ વ્યક્તિ કે મીડિયા પ્રસારણ નહી કરી શકે.

કયાં કેસોનું જીવંત પ્રસારણ નહીં થાય?

પ્રાથમિક વિગતો મુજબ હાઇકોર્ટે જીવંત પ્રસારણની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી છે. જેથી નજીકના દિવસોમાં હવે કોર્ટની કાર્યવાહી જીવંત પ્રસારણ જોઈ શકાશે. જોકે તેમ જાતીય સતામણી, પોક્સોના કેસ જીવંત પ્રસારણમાંથી બાકાત રખાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.