જર્મન વાહન નિર્માણ કંપની Audiએ તેની Q4 e-tron અને Q4 e-tron Sportbackને રજૂ કરી છે. આ ઇલેક્ટ્રિક કારને કંપની દ્વારા વર્ષ 2019 ના જીનેવા મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. જે આ વર્ષના અંત સુધીમાં યુરોપિયન બજારોમાં વેચવા માટે ઉપલબ્ધ થશે. હાલમાં જે પ્રોડક્ટનું મોડલ બહાર પાડવામાં આવ્યું છે, તે વધુ પ્રમાણમાં કોન્સેપ્ટ મોડલ જેવું દેખાય છે.
Audiએ Q4 e-tron અને Q4 e-tron Sportbackને ત્રણ વેરિયન્ટ Q4 35 e-tron, Q4 40 e-tron અને Q4 50 e-tron Quattroમાં રજૂ કર્યા છે. જેમાં એન્ટ્રી-લેવલએ Q4 35 e-tronની 52 kWH બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 310nm ટોર્ક સાથે 168 bhp પાવર આપે છે. જ્યારે Q4 40 e-tronમાં 77 kWHની બેટરી છે, જે 310nm ટોર્ક સાથે 201 bhp પાવર આપે છે. બીજી બાજુ, Q4 50 e-tronમાં 77 kWHની બેટરી ધરાવે છે, જે 295 bph પાવર અને 460nm ટોર્ક જનરેટ કરે છે.
Audiએ આપેલા અહેવાલ મુજબ Q4 35 e-tron 341 કિમી, Q4 40 e-tron અને Q4 50 e-tron, 520 અને 497 કિમી જેટલું સફર કરી શકે છે. કારની સ્પીડ વિશે વાત કરીયે તો, 0 થી 100 kphની સ્પીડ પકડતા એને ફક્ત 6.2 સેકન્ડનો સમય લાગે છે. કારના ચાર્જિંગ વિશે કંપનીએ કરેલી જાહેરાત મુજબ Q4 e-tron ફક્ત 10 મિનિટના ચાર્જિંગથી 130 કિમી સુધી ચાલી શકે છે.
થોડા જ સમયમાં આ કાર યુરોપના માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં આ કારની કિંમત જર્મનીમાં 38 લાખ છે, જેમાં કોઈ ટેક્સની રકમ સામેલ કરાય નથી. આ કાર ભારતમાં કયારે લોન્ચ થશે તેના વિશે કોઈ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી.