જિલ્લાના કુલ ૨૦ મતદાન મથકમાં સંપૂર્ણ મતદાન સ્ટાફ તરીકે મહિલા કર્મચારી જ ફરજ બજાવશે

લોકસભાની સામાન્ય ચૂંટણી૨૦૧૯ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં  સમાવિષ્ટ ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગમાં પાંચ પાંચ મહિલા સખી મતદાન મથક ઉભા કરવામાં આવશે.

જે અન્વયે ગીર-સોમનાથ જિલ્લાના ૯૦-સોમનાથ મતદાર વિભાગમાં વેરાવળ ખાતે મતદાન મથક નંબર – ૬૩ મણીબેન કોટક હાઇસ્કુલ, મતદાન મથક નં-૬૮ સી.પી.ચોકસી કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ,  મતદાન મથક નંબર ૮૮ ઇન્ડીયન રેયોન સ્કુલ રૂમ નં.-૧૨, મતદાન મથક નં-૯૬ આદીત્ય બિરલા પબ્લીક સ્કુલ, મતદાન મથક નં-૧૨૧ કસ્તુરબા મહિલા મંડળ સમાજ કલ્યાણ કેન્દ્ર ખાતેનાં મતદાન મથકો મહિલા મતદાન મથકો તરીકે ઉભા કરવામાં આવશે.

૯૧-તાલાળા મતદાર વિભાગમાં તાલાળા ખાતે મતદાન મથક નંબર  ૪૮ નવી પ્રાથમિકશાળા રૂમ નં.૨, મતદાન મથક નંબર ૫૨ તાલુકાશાળા પૂર્વપાખ, મતદાન મથક નંબર ૫૪ ક્ધયાશાળા પશ્ચીમપાખ, મતદાન મથક નંબર ૫૫ ક્ધયાશાળા ઓફીસરૂમ, મતદાન મથક નંબર ૬૩ હાઇસ્કુલ પશ્ચીમપાખ ખાતેનાં મતદાન મથકો મહિલા મતદાન મથકો તરીકે ઉભા કરવામાં આવશે.

૯૨-કોડીનાર મતદાર વિભાગમાં કોડીનાર ખાતે મતદાન મથક નંબર-૧૦૫ બી.બી.વિદ્યાલય રૂમ નં.-૭, મતદાન મથક નંબર-૧૦૬ બી.બી.વિદ્યાલય રૂમ નં.-૬, મતદાન મથક નંબર-૧૦૭ બી.બી.વિદ્યાલય રૂમ નં.-૫, મતદાન મથક નંબર-૧૦૮ બી.બી.વિદ્યાલય રૂમ નં.-૪, મતદાન મથક નંબર-૧૧૪ બી.બી.વિદ્યાલય રૂમ નં.-૧ ખાતેનાં મતદાન મથકો મહિલા મતદાન મથકો તરીકે ઉભા કરવામાં આવશે.

૯૩-ઉના મતદાન મથક નંબર-૧૩૨ રમત-ગમતનું મકાન શીશુ ભારતી શાળા પાસે, મતદાન મથક નંબર-૧૩૬ શીશુ ભારતી શાળા પૂર્વ બાજુ, મતદાન મથક નંબર-૧૩૭ ઇરીગેશન કચેરી, મતદાન મથક નંબર-૧૩૮ સ્વામીનારાયણ શાળા દક્ષીણપાખ, મતદાન મથક નંબર-૧૪૦ ક્ધયાવિદ્યાલય પશ્ચીમપાખ ખાતેનાં મતદાન મથકો મહિલા મતદાન મથકો તરીકે ઉભા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.