૧૯૬૧ થી ૨૦૦૫ સુધી ૭૭ જેટલી હિટવેવ નોંધાઇ હતી જે આવતા ૪૦ વર્ષમાં ૧૩૮ થવાની સંભાવના
વૈશ્વિક સ્તર ઉપર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વકરતી જોવા મળી રહી છે. હવામાનમાં પણ ફેરબદલ નિરંતર જોવા મળે છે ત્યારે ભારતીય હવામાનની સંશોધન સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટ્રોપીકલ મેટ્રોલોજી દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અલનીનોની વિપરીત સ્થિતિનાં કારણે આવતા વર્ષથી ચાર દસકા સુધી હીટવેવનાં પ્રમાણમાં અસામાન્ય વધારો થશે જેનાથી બચવા માટે લોકોએ વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂર પણ પડશે.
આઈઆઈટીએમ દ્વારા રજુ કરેલા અભ્યાસનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આવતા વર્ષે એટલે કે ૨૦૨૦થી અલનીનોથી વિપરીત મોડોકીની અસર તળે જમીનમાંથી એકા-એક ભેજ અને જમીનની ગરમી વાતાવરણમાં ભેજનાં બાષ્પીભવનથી ઉભો થતો મોડોકી તાપમાનમાં ભયજનક રીતે વધારો થશે જેનાં કારણે આગામી ૪૦ વર્ષ સુધી હીટવેવનાં પ્રમાણમાં પણ અસામાન્ય વધારો જોવા મળશે. હવામાન સંશોધન સંસ્થાનાં અભ્યાસ સાથે તૈયાર કરવામાં આવેલા કલાઈમેન્ટનાં જનરલ વિસ્તૃત અહેવાલમાં હવામાનનાં પરિવર્તનનાં મોર્ડન રજુ કરીને કેવી રીતે વાતાવરણમાં ગરમીનાં પ્રમાણમાં વધારો થશે તે અંગેનો અહેવાલ આપવામાં આવ્યો છે.
ભારતમાં વાતાવરણમાં વધતી જતી ગરમી અને કાળઝાળ તાપમાં પર્યાવરણને જનઆરોગ્ય પર પડનારી પ્રતિકુળ અસરો અંગે જણાવાયું છે કે, કલાઈમેન્ટ ડાયનામિક જનરલમાં ૧૯૬૧થી ૨૦૦૫ સુધીમાં આવેલા ગરમીનાં વાયરાઓની વિગતોનું અવલોકન અને અભ્યાસ સાથે ૫૪ વાળાઓની દેશનું અવલોકન કરીને આ નવા જનરલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૨૦ થી ૨૦૬૪નાં સમયગાળા દરમિયાન એટલે કે ૪૪ વર્ષમાં ૧૩૮ વાયરાઓની આગાહી કરવામાં આવી છે. ભારતમાં અગાઉ ફુંકાયેલા ગરમીનાં વાયરાઓમાં અભ્યાસમાં એ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે કે, ભારતીય સમુદ્ર અને તેની સપાટી પર સર્જાતી અલનીનોની અસરનાં કારણે આ ઘટના ફરીથી પૂર્ણ ઘટશે.
અલનીનોનાં મોડોકીના કારણે ગરમીનું પ્રમાણ વધવાનું કારણ જમીનનો ભેજ સોસાઈને ઉભી થતી ગરમી વાતાવરણમાં ભળી જવાથી તાપમાન વધે છે. જમીનનો ભેજ ગરમ વરાળ બનીને વાતાવરણમાં ભળી જવાથી તાપમાનમાં પણ વધારો જોવા મળે છે ત્યારે આ પરિસ્થિતિ દરિયાકાંઠા વિસ્તારમાં પણ સર્જાઈ છે. સામાન્ય રીતે દરિયાકાંઠો અંદરનાં પ્રદેશ કરતા ઠંડો હોય છે તેમ છતાં ગરમીનું પ્રમાણ એટલે કે હીટવેવનું પ્રમાણ વધવાથી પરિસ્થિતિ વિપરીત બનશે ત્યારે પરિસ્થિતિનાં નિવારણ માટે લોકો વધુને વધુ વૃક્ષ વાવીને જમીનનાં ભેજને બાષ્પીભવન થતો અટકાવી શકે તો આ તકલીફનો અંત આવી શકશે.