4 કે 5 ઓગસ્ટ પછી સૌરાષ્ટ્રમાં વરસાદના નવા રાઉન્ડની સંભાવના: પાંચેક દિવસ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત શનિવાર તથા રવિવારના રોજ મેઘ મહેર થવા પામી હતી. જેના પાક અને પાણીનું ચિત્ર સંપૂર્ણ પણે પલટાવી જવા પામ્યું છે. (બંગાળની ખાડીમાં એક લો પ્રેશન ચોકકસ સજાર્યુ છે. પણ હજી એકાદ સપ્તાહ સુધી તેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળે તેવી સંભાવના નહિવત છે. સાર્વત્રિક વરસાદ માટે સૌરાષ્ટ્ર એક અઠવાડીયું વાર જોવી પડશે. પાંચ દિવસ સુધી છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 28 જિલ્લાના 1રર તાલુકાઓમાં વરસાદ પડયો છે. મંગળવારથી રાજયમાં વરસાદનું જોશ ઘટી ગયું છે. સૌથી વધુ વરસાદ તાણી જીલ્લાના ડોળવાણ અને સુરત જીલ્લાના બારડોલીમાં ર9મી.મી. વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનું સાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર આજે વેક માર્કમાં પરિવર્તીત થઇ વધુ મજબુત બનશે અને પશ્ર્ચિમ તરફ આગળ વધશે, સૌરાષ્ટ્રમાં અઠવાડીયું સાર્વત્રિક વરસાદની સંભાવના નહિવત છે.
છુટછવાયા વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદ પડશે. જો કે ખેતી માટે માંગ્યા મેધ વરસ્યા બાદ હવે એક સપ્તાહ વરસાદની જરુરીયાત પણ નથી. આગામી 4 અથવા પ ઓગષ્ટે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે.આજ સુધીમાં સમગ્ર રાજયમાં 34.60 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 31.49 ટકા, ઉત્તર ગુજરાતમાં 28.86 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 32.97 ટકા સૌરાષ્ટ્રમાં 33.26 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 37.71 ટકા વરસાદ વરસ્યો છે. રાજયના માત્ર એક જ તાલુકામાં 40 ઇંચ થીવધુ વરસાદ પડયો છે.