નિર્ધારિત કરેલી કુલ ૧૧ બેઠકોમાંથી ૭ બેઠકો પૂર્ણ: સ્ટેક હોલ્ડર, ઉધોગપતિઓ, ખેડુત સંગઠન તથા ટ્રેડ યુનિયનો સાથે બેઠકનો દૌર યથાવત
હાલ દેશની આર્થિક ૫રિસ્થિતિ પર જો નજર કેન્દ્રિત કરવામાં આવે તો દેશની આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી બની ગયેલ છે ત્યારે ૧લી ફેબ્રુઆરીનાં રોજ જે બજેટ રજુ કરવામાં આવશે તે લોકઉપયોગી બજેટ બની રહેશે તેમ ભાજપ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે. બજેટ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ પૂર્વે અનેકવિધ ચર્ચા તથા વિચારણા તમામ ક્ષેત્રનાં ઉધોગપતિઓ તથા અર્થશાસ્ત્રીઓ સાથે કરી હતી જેથી આ વખતનું બજેટ લોકઉપયોગી બની રહે અને દેશની જે આર્થિક સ્થિતિ નબળી પડે છે તેને વધુ મજબુત કેવી રીતે કરી શકાય તે દિશામાં કયાંકને કયાંક આ વખતનું બજેટ રજુ કરવામાં આવશે. નિર્મલા સીતારામન દ્વારા ભાજપના તમામ ઉચ્ચ નેતાઓ સાથે ૪ રાઉન્ડની બેઠક યોજી હતી અને બજેટ માટેના સુઝાવો પણ માંગ્યા હતા.
બીજેપીનાં હાલનાં વર્કિંગ પ્રેસીડેન્ટ જે.પી.નડ્ડા તથા જનરલ સેક્રેટરી બી.એલ.સંતોષ, ભુપેન્દ્ર યાદવ તથા અરૂણસિંગ જેવા દિગ્ગજ નેતાઓ પણ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને ૨૦૨૦નાં બજેટને લોકઉપયોગી કેવી રીતે બનાવી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી સુઝાવો આપવામાં આવ્યા હતા. પાર્ટીનાં અનેકવિધ પાંખો સાથે પણ નાણામંત્રી નિર્મલા સીતારામને બેઠક કરી હતી ત્યારે બીજેપીનાં અરૂણસિંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતનું બજેટ ખરાઅર્થમાં લોકોભિયોગી બની રહેશે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થા પણ સુધરશે. હાલ ભાજપ અનેકવિધ સ્ટેક હોલ્ડર, ઉધોગપતિઓ, ખેડુત યુનિયનો તથા અન્ય ટ્રેડ યુનિયનો સાથે બજેટ પૂર્વે મંત્રણા કરી રહ્યું છે કે આ વખતનાં બજેટમાં કયાં પ્રકારના સુધારાઓ લાવી શકાય જેથી દેશને તેનો મહતમ લાભ મળી શકે.
ભાજપ પક્ષનાં સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, હાલ જે પ્રકારની મીટીંગનો દૌર શ કરવામાં આવ્યો છે તેમાં ટ્રેડ યુનિયનો, પ્રોફેશનલ બોડી સહિતનાં લોકો મીટીંગમાં ઉપસ્થિત રહી બજેટ પહેલા કયાં પ્રકારના સુઝાવો આપવા જોઈએ તે વિશે ઘણીખરી ચર્ચા અને વિચારણા કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ભાજપ પક્ષ તરફથી ગોપાલ ક્રિષ્ન અગ્રવાલ કે જે આર્થિક મુદાઓ ઉપર ચર્ચા કરતા હોય છે તે પણ આ મીટીંગમાં સંકલન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, બજેટ પૂર્વે કુલ ૧૧ મીટીંગ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાંથી ૭ મીટીંગ પૂર્ણ થઈ ચુકી છે. બાકી રહેતી ૪ મીટીંગો આવનારા ટુંક સમયમાં યોજાશે. તેઓએ જણાવ્યું હતું કે, એક-એક ક્ષેત્રને અનુલક્ષીને યોજવામાં આવે છે જે બાદ તે મીટીંગનો રીપોર્ટ હાલનાં વર્કિંગ પ્રેસીડેન્ટ જે.પી.નડ્ડાને સોંપવામાં આવે છે. ૧૯ ડિસેમ્બરથી ભાજપ પક્ષ દ્વારા બજેટ માટેની બેઠકોનો દૌર શ કરવામાં આવ્યો હતો જે આગામી ૧૪મી જાન્યુઆરીનાં રોજ બેઠક પૂર્ણ કરી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીની બીજી ઈનીંગનું પ્રથમ બજેટ ૧લી ફેબ્રુઆરીનાં રોજ જાહેર કરવામાં આવશે. સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ બજેટ બે તબકકામાં એટલે કે ૩૧ જાન્યુઆરીથી ૩ એપ્રિલ સુધીમાં યોજાશે જેમાં પ્રથમ તબકકો ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈ ૧૧ ફેબ્રુઆરીએ પૂર્ણ થશે જયારે બીજો તબકકો ૨જી માર્ચથી શરૂ થઈ ૩ એપ્રિલ સુધીનો બની રહેશે.