સિનિયર સિટીઝન એસો. દ્વારા ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
સીનીયર સીટીઝન ક્રિકેટ એસો. રાજકોટ દ્વારા રાજકોટના રતનપર ખાતે આવેલા રૂદ્ર શકિત ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી રોડ જી.રાજકોટ ખાતે આગામી તા. ૩ તથા ૪ ફેબુઆરી ૨૦૨૦ ના રોજ લીગ કમ નોક આઉટ પઘ્ધતિથી ઓપન ગુજરાત સીનીયર સીટીઝન ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના આઠ જીલ્લાઓની નામાંકીત ટીમો ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને, ઉપવિજેતા ટીમને તેમજ મેન ઓફ ધી મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર, બેસ્ટ બેટસમેનને આકર્ષક ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટ બે દિવસ ચાલનાર હોય તમામ ખેલાડીઓને રહેવા-જમવા તથા ચા-પાણીની વ્યવસ્થા આયોજક એસો. તરફથી કરવામાં આવેલ છે.આ ટુર્નામેન્ટ એસો.ના સભ્યશ્રીઓ તેમજ નારણનગર સીનીયર સીટીઝન ગાર્ડન ગ્રુપ તેમજ વકીલશ્રીઓ તથા રૂદ્રશકિત ગ્રાઉન્ડના માલીક જયેન્દ્રસિંહ જાડેજા, રતનપરના સાથ સહકારથી યોજવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટમાં રણજી ટ્રોફીના ભુતપૂર્વ ખેલાડીઓ પણ ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટ લીગ કમ નોક આઉટ પઘ્ધતિથી રમાનાર હોય, રાજકોટના તેમજ રતનપરના રમતપ્રેમી નાગરીકો તેમજ સીનીયર સીટીઝનનોને પ્રોત્સાહીત કરવા ટુર્નામેન્ટ જોવા પધારવા આયોજક કમીટી તથા પ્રમુખ મયુરસિંહ ઝાલા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં સ્ટેટ પેનલ અમ્પાયરો ઉપેન્દ્રસિંહ જાડેજા, પિયુષ ઉમરાણીયા, યશરાજસિંહ જાડેજા, શીરીષ કચ્છી તથા ધર્મેશ પટેલ તેમજ સ્કોરર તરીકે નટુભાઇ રાઠોડ તેમજ કોમેન્ટ્રેટર તરીકે ઇન્દ્રેક ગોકાણી તથા જીગ્નેશભાઇ પોપટ સેવા પ્રદાન કરશે.આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પરાક્રમસિંહ જાડેજા (જયોતિ સી.એન.સી.), ઇન્દ્રનીલભાઇ રાજયગુરુ (પૂર્વ ધારાસભ્ય), સહદેવસિંહ ઝાલા (પર્વ મેટલ), સુરેશભાઇ કનેરીયા (કનેરીયા ઓઇલ મીલ), વિરેન્દ્રસિંહ ઝાલા (ભાજપ રાજકોટ શહેર મહામંત્રી), રાજભા ઝાલા (ગુજરાત સ્ટેટ કિશાન મોરચો-મહામંત્રી) તેમજ ડી.એસ.ઓ. વિરેન્દ્રસિંહ જાડેજા હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહીત કરશે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સીનીયર સીટીઝન ક્રિકેટ એસો.ના પ્રમુખ મયુરઘ્વજસિંહ ઝાલા, ગંભીરસિંહ જાડેજા, કિશોરસિંહ રાઠોડ, રોહીત બુદેલા, પ્રહલાદભાઇ દવે, નરેન્દ્રભાઇ જાની:, બાલેન્દુ જાની, મહેશભાઇ જોશી, ધીરુભાઇ ખાતરા, કિશોરસિંહ જેઠવા, અજય ભટ્ટ તેમજ એસોસીએશનના તમામ સભ્યશ્રીઓ જહેમત ઉઠાવી રહેલ છે.