નવનિયુકત ઈલેકશન કમિશનર ઓમપ્રકાશ રાવતે આપ્યો સંકેત
ધીરી બાપલિયા ધીરી… મતલબ કે થોભો અને રાહ જુઓ. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરવા ઘણી રાહ જોવી પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતે જણાવ્યું હતું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ કરવા દેશમાં હજુ માળખુ તૈયાર નથી તેથી તેના માટે હજુ ઘણી રાહ જોવી પડશે. કોમન ઈલેકશન કરાવવા માટે લીગલ ફ્રેમ વર્ક તૈયાર કરવું પડે, તેને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજયસભામાં પાસ કરાવવું પડે ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજુરી મળે તો જ આ શકય બને આ આખી સાઈકલ પ્રોસેસ ઘણો લાંબો સમય વીતી જાય. તેથી ધીરી બાપલીયા ધીરી…
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીઓ આવી જ રહી છે. કોમન ઈલેકશન માટે ભારતીય ચૂંટણીપંચે લીગલ ફ્રેમ વર્ક તૈયાર કર્યું છે પરંતુ તેના ઈમ્પ્લીમેંટેશનમાં ખાસ્સો સમય જઈ શકે તેમ છે. ચૂંટણીપંચે કાયદાના દાયરામાં રહીને જ ચૂંટણીનું નવું માળખું તૈયાર કરવું પડે. આથી નજીકના ભવિષ્યમાં તો આ શકય નથી. કહ્યું કે, ઘણા બધા ઈલેકશન કાર્ડનું ડુપ્લીકેશન થયાનું બહાર આવ્યું છે. નવ નિયુકત ચીફ ઈલેકશન કમિશનર તેના પર પણ ધ્યાન દઈ રહ્યા છે.