બેઠકમાં ૨ વર્ષ માટે જિલ્લાનાં હોદેદારોની નિમણુક કરાશે: ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરાશે
અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ સંલગ્ન સૌરાષ્ટ્રનાં ૬ જિલ્લાઓને શાળા સંચાલક મંડળની સાધારણસભા અલગ-અલગ જગ્યાએ યોજવામાં આવશે જેમાં મોરબી જિલ્લાની બેઠક તા.૪ને બુધવારે સવારે ૧૦ વાગ્યે ઓમશાંતી ઈંગ્લીશ મીડિયમ સ્કુલ, શકત સનાળા રોડ, મોરબી ખાતે યોજવામાં આવશે. રાજકોટ શહેરની બેઠક તા.૪ને બુધવારે બપોરે ૩ કલાકે ચાણકય માધ્યમિક શાળા, રોજરી બિલ્ડીંગ, વોર્ડ નં.૯ની લાયબ્રેરી સામે, રૈયા ખાતે યોજાશે. ગીર-સોમનાથ જિલ્લાની બેઠક તા.૬ને શુક્રવારે સવારે ૧૦ કલાકે નગરપાલિકા હાઈસ્કુલ, તાલાલાગીર, ગીર-સોમનાથ ખાતે યોજાશે. જુનાગઢ જિલ્લાની બેઠક તા.૬ને શુક્રવારે બપોરે ૩ કલાકે આલ્ફા વિદ્યાસંકુલ બાયપાસ રોડ, ખલીલપુર ચોકડી, જુનાગઢ ખાતે યોજાશે. જામનગર જિલ્લાની બેઠક તા.૭ને શનિવારે સવારે ૯:૩૦ કલાકે પંચાણ સામજી કડવા પટેલ સમાજ, વિકાસગૃહ નજીક જામનગર ખાતે યોજાશે. રાજકોટ જિલ્લાની બેઠક તા.૭ને શનિવારે બપોરે ૩ કલાકે એશિયાટીક એન્જીનીયરીંગ કોલેજ, નેશનલ હાઈવે જામવાડી ગોંડલ ખાતે યોજાશે જયારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતનાં જિલ્લાઓનો કાર્યક્રમ થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે. જાહેર થયેલી બેઠકોમાં ૨ વર્ષ માટે જિલ્લાનાં હોદેદારોની નિમણુક કરવામાં આવશે તથા ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને સાથો સાથ સરકારમાં હકારાત્મક રીતે રજુઆત કરવામાં આવશે. મહામંડળ દ્વારા અગાઉ થયેલ કાર્યવાહીની વિગતો સભામાં પુરી પાડવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં રાજયનાં પ્રમુખ નારણભાઈ પટેલ, મહામંત્રી કનુભાઈ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોનનાં ચેરમેન એન.ડી.જાડેજા, સંચાલક અગ્રણી દિનેશભાઈ ભુવા, બોર્ડ સભ્ય ડો.પ્રિયવદન કોરાટ અને કે.એ.બુટાણી વગેરે આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં જે-તે જિલ્લાનાં તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકોએ હાજર રહેવા માટે એક યાદીમાં જણાવ્યું છે.