સંસદની કાર્યવાહી ખોરવવા સામે મોદી સહિત અમિત શાહ પણ કાલે ઉપવાસ રાખશે

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાણે ફાસ્ટ-વોર શરૂ થયું છે. રાજઘાટ પર કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીના ઉપવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના સાંસદો આવતીકાલે આખા દિવસના ઉપવાસ રાખશે. ત્યારે ભાજપ રાષ્ટ્રપ્રમુખ અમિત શાહ હુબલીમાં ઉપવાસ પર ઉતરશે. તો બીજી તરફ ૧૧મી એપ્રીલ આજરોજ જ્યોતિબા ફુલેની જન્મજયંતી સમતા દિવસ તરીકે ઉજવવાનું પણ જાહેર કર્યુ છે.

રાજ્યસભાના સાંસદ પણ દેશના ખૂણે ખૂણે જઇને વિપક્ષનું બેજવાબદાર વલણ જનતા સામે રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના વડપણમાં પાંચ કલાકના ઉપવાસનું આયોજન કર્યુ હતું. માટે હવે સંસદ સત્રનું ધોવાણ થતા વડાપ્રધાન મોદી એક દિવસના ઉપવાસ પર રહેશે.

ભાજપે કોંગ્રેસ પર સંસદના બજેટ સત્રમાં અવરોધો ઉભા કરવાનો આરોપ મુકીને ઉપવાસની જાહેરાત કરી હતી. મોદી તેમની ઓફિસમાં ઉપવાસ રાખશે. મોદી ભાજપના સાંસદોને પણ વીડિયો દ્વારા સંબોધશે. ભાજપ નેતા જીવીએલ નરસિંહારાવે કહ્યું હતું કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષના બિનલોતાંત્રિક વલણ વિ‚ઘ્ધ ભાજપના સાંસદો આખો દિવસ ઉપવાસ રાખશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.