ઓખા-બાન્દ્રા, રાજકોટ-કોઇમ્બતુર, ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે ટ્રેનોનું થશે આવાગમન
કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ૩મેથી ૧૮મે સુધી ચાર સ્પેશ્યલ ટ્રેનોના ૪૬ ફેરાં કરવામાં આવશે.
ઓખા-બાન્દ્રા, રાજકોટ-કોઇમ્બુતર, ઓખા-ગુવાહારી, અને પોરબંદર-શાલીમાર વચ્ચે ટ્રેનોનું આવાગમન થશે.
ઓખા-બાન્દ્રા સ્પેશ્યલ પાર્સલ ટ્રેન બ્રાન્દ્રાથી તા.૩-૫-૭-૯-૧૧-૧૩ અને ૧૫ મે ના રોજ રાત્રે ૨૧:૩૦ કલાકે ઉપડી બીજા દિવસે રાજકોટ સવારે ૯:૩૦ કલાકે તેમજ ઓખા બપોરે ૨ કલાકે પહોંચશે.
આ ટ્રેન પરત ઓખાથી તા.૫-૭-૯-૧૧-૧૩-૧૫ અને ૧૭ મે ના રોજ બપોરે ૧૩:૩૦ કલાકે ઉપડી રાજકોટ સાંજે ૧૭:૪૦ કલાકે તેમજ બાન્દ્રા બીજા દિવસ સવારે ૫:૫૫ કલાકે પહોંચશે. ઓખા-ગુવાહાટી પાર્સઇ સ્પેશ્યલ ટ્રેન ઓખાથી તા.૩-૫-૭-૯-૧૧ અને ૧૩ના રોજ સવારે ૭:૦૦ કલાકે ગુવાહાટી પહોંચશે આ ટ્રેન પરત ગુવાહાટીથી તા.૬-૮-૧૦-૧૩-૧૪ અને ૧૬મે ના રોજ સાંજે ૧૬: ૦૦ કલાકે ઉપડી ત્રીજા દિવસે ઓખા રાત્રીના ૧:૧૦ કલાકે પહોંચશે. પોરબંદર-શાલીમાર પાર્સલ ટ્રેન તા.૪-૬-૮-૧૦-૧૨ અને ૧૪મે ના રોજ સવારે ૮:૦૦ કલાકે પોરબંદરથી ઉપડી શાલીમાર ત્રીજા દિવસે સવારે ૩:૩૦ કલાકે પહોંચશે. આ ટ્રેન પરત શાલીમારથી તા.૬-૮-૧૦-૧૨-૧૪ અને ૧૬મે ના રોજ રાત્રે ૨૨:૫૦ કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે ૧૮:૨૫ કલાકે પોરબંદર પહોંચશે. ઉપરોકત તમામ ટ્રેનો રસ્તામાં આવતા મુખ્ય રેલ્વે સ્ટેશનોએ ઉભી રહેશે.