ગીર સોમનાથ જીલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત આજથી જળસંગ્રહ અભિયાન શરુ કરાશે. જેમાં વિવિધ વિભાગો અને જનભાગીદારીથી ‚રૂ ૩૮૪ લાખના ખર્ચે ૨૧૯ જેટલા તળાવ, ડેમ ચેકડેમ ખેતતલાવડી સહીતના જળસંગ્રહના કામો ઉંડા કરવા માટી કાઢવા મરામત કરવા સહીતના કામો થશે. આ જળસંચયના કમો તા.૩૧ મે સુધી કાર્યરત રહેશે.

આ જળસંગ્રહ કામોમાં ૩૦ તળાવ ઉંડા કરવા, ૧૯ ચેકડેમ અને ૮ જળાશય ડીસીલ્ટીંગના ‚રૂ ૧૦૪ લાખના કામો જનભાગીદારીથી કરાશે. મનરેગા યોજના તળે તળાવ- ચેકડેમ ઉંડા કરવાના ૩૬ કામ ખેત તલાવડી ચેકડેમ માટી પાળાના પાંચ કામ એમ કુલ ૪૧ ‚રૂ ૧૫૩ લાખના ખર્ચે હાથ ધરાશે જયારે પાણી પુરવઠા અને સરદાર સરોવર નર્મદા નિગમ લી. દ્વારા પીવાના પાણીના નહેરોનું મરામત સહીતના કામ તેમજ ખાતાકીય કામગીરી અંતર્ગત ચેકડેમ, નવ તલાવડી ચેકડેમ રીપેરીંગ તથા ચેકડેમ ઉપરાંત તળાવ ઉંડા ઉતરવા, નહેરોની સફાઇ નદીની સફાઇ વરસાદી પાણીની લાઇનોનો સફાઇ સહીતના ૧૭ કામ ‚રૂ ૨૯ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.