ડ્રીમ રાજકોટ, અર્બન હેલ્થ, ફાયર સેફટી, સ્મૂધ એન્ડ ફાસ્ટર અર્બન મોબિલીટી, ઈ-ગર્વનન્સ અને કલીન એર સહિતના પાસાઓ પર બજેટમાં મુકાયો ભાર
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂા.2275.80 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે જેમાં રાજકોટમાં અલગ-અલગ વિસ્તારોમાં બે નવા સ્પોર્ટસ સંકુલ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે અને નાકરાવાડી ખાતે નવો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
સાથો સાથ પર્યાવરણની સુરક્ષા માટે નવી 100 ઈ-બસ ખરીદવા, સાંઢીયાપુલનું નવિનીકરણ, બાયસીકલ શેરીંગ પ્રોજેકટનું વિસ્તૃતિકરણ કરાશે તેવી ઘોષણા કરવામાં આવી છે. ત્રણ નવા ફાયર સ્ટેશન બનાવવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટમાં ભળેલા નવા વિસ્તારોના નાગરિકોને તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે અને લોકોના જીવનધોરણમાં સુધારો થાય તથા હેપીનેસ ઈન્ડેકસ સતત ઉંચો આવે તે માટેના પ્રયાસો બજેટમાં કરવામાં આવ્યા છે. નવા ભળેલા વિસ્તારોમાં સુવિધાઓ, ગ્રીન રાજકોટ, અર્બન હેલ્થ, ફાયર સેફટી, સમુધ એન્ડ ફાસ્ટર અર્બન મોબીલીટી, હાઉસીંગ, એન્ટરટેઈનમેન્ટ, કલીન એર રાજકોટ, એજયુકેશન, સ્ટ્રીટસ ફોર પીપલ, રોજગારીનું સર્જન, બ્યુટીફીકેશન, ડેવલોપમીંગ સ્પોર્ટસ એન્ડ કલ્ચર સહિતના પાસાઓ પર ભાર મુકવામાં આવ્યો છે.