યુધ્ધ વિરામનો ભંગ કરીને પાકિસ્તાન તરફથી કરવામાં આવતા ગોળીબાર અને તોપમારાથી થતા જાનમલનું નુકશાન ઘટાડવા માટે સરકારે અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. એલ.ઓ.સી. અને સરહદે દુશ્મનોના ગોળીબારના ખતરા સામે જજૂમી રહેલા લોકોની સુરક્ષા માટે ૪૧૫.૭૩ કરોડના ખર્ચે ૧૪૪૬૦ કમ્યુનિટી અને વ્યકિતગત બંકર બનાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.
જે મુજબ રાજૌરી, કથુઆ, પૂંછ, જમ્મુ અને સાંબા જિલ્લામાં બંકરો બનાવાશે ખાસ પાક તરફથી થતા ફાયરિંગનો સામનો કરવા આવા સુરક્ષા બંક્રો બનાવાશે ૨૨૧ કિ.મી. આંતરરાષ્ટ્રીય અને ૭૪૦ કીમી. એલ.ઓ.સી. છે.
ફાયરીંગને કારણે સરહદ નજીકનાં લોકોને પોતાના ઘર છોડવા પડે છે. બંકરોનાં નિર્માણ પાછળ રક્ષા મંત્રાલય રૂ ૪૧૫.૭૩ કરોડનો ખર્ચ કરશે. જયા વર્ષે ગોળીબારમાં ૧૯ જવાન, ૧૨ નાગરિક અને બીએસએફનાં ૪ જવાન શહીદ થયા હતા. ટૂંકમાં હવે સરહદ પર રહેતા લોકોને પોતાના જાનનહી ગુમાવવા પડેતે નકકી છે.