રાજ્ય સરકારના શિક્ષણના મોડેલરૂપ શાળાઓને સુવિધામાં અગ્રીમતા આપવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે.સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલુ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાની જરૂરિયાત પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના 11 તરીકે પ્રસ્થાપિત કરવા માટે કટિબદ્ધ તાલુકામાં 101 શાળામાં 366 ઓરડાની જરૂરિયાત હતી.
રાજ્ય સરકાર જિલ્લા વાઈઝ પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ છે ત્યારે ત્યાં સુવિધાઓને પણ પ્રાથમિકતા અપાઈ છે. રાજકોટ જિલ્લાની સ્કૂલ ઓફ એક્સેલન્સની ગ્રાન્ટ માંથી 40 પ્રાથમિક શાળાઓમાં 104 નવા ક્લાસના નિર્માણ માટે સરકારે ગ્રાન્ટની ફાળવણી કરી છે.જોકે તેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સની શાળાઓ ઉમેરાતા 54 શાળામાં 175 નવા ઓરડા મંજૂર થયા છે.
આ સિવાય ગુજરાત સરકારની ગ્રાન્ટ માંથી 5 શાળામાં 27, નાબાર્ડ ફેઇઝ -2 માંથી 9 સ્કૂલમાં 44 ક્લાસની ગ્રાન્ટ આવી છે. જેતપુરમાં 31, ઉપલેટામાં 30, ગોંડલમાં 27, રાજકોટ તાલુકામાં 23, ધોરાજીમાં 21, જસદણમાં 16, લોધિકામાં પ, કોટડા સાંગાણીમાં 3 અને જામ કંડોરણા વિંછીયામાં 2-2 નવા ક્લાસના આ વર્ષે નિર્માણ થશે. જોકે હજુ 295 ઓરડાની ઘટ જોવા મળી રહી છે.