રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ કમીટી ચેરમેન જયાબેન હરિભાઇ ડાંગર એક સંયુકત યાદીમાં જણાવે છે કે આગામી સોમવારથી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ ચાલુ કરવામાં આવનાર છે. જે અનુસંધાને અરજદારે…
- કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ
- રેકન કાર્ડ
- કુટુંબના તમામ સભ્યોના પતિ-પત્ની અને પુખ્ત સભ્યોના ચુંટણી કાર્ડ
- હાલ રહેતા હોઇ તે સરનામાનું તાજેતરનું લાઇટ બીલ
- હાલ રહેતા તે સરનામાનું તાજેતરનું વેરા બીલ
- જે સઁયુકત કુટુંબમાં રહેતા હોય તેવા કિસ્સામાં સોગઁદનામું આપવુ ભાડા કરાર
- કુટુંબના પાન કાર્ડ ધરાવતા તમામ સભ્યોના રજુ કરવા
- અરજદારના બેંક ખાતાનો રદ કરેલ ચેક
- જાતિ અંગેનું પ્રમાણપત્ર જો અનામતનો લાભ લેવા ઇચ્છતા હોય તો રજુ કરવાનું રહેશે અને
- દિવ્યાંગનું પ્રમાણપત્ર અરજદાર જો દિવ્યાંગ હોય તે કીસ્સામાં ફરજીયાત રજુ કરવાનું રહેશે.