રોહિતની આગેવાની ઘણા પ્રશ્નો ઉભા કરશે !!!

આઈપીએલ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ છે જેમાં ૪ ટેસ્ટ મેચમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી વિરાટ કોહલી પેટરનીટી લીવ ઉપર જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમમાં હવે કેપ્ટનશીપમાં પણ હરીફાઈ જોવા મળશે. બીસીસીઆઈએ પ્રથમ ટેસ્ટ બાદ બાકી રહેતી ત્રણ ટેસ્ટ, ટી-૨૦ અને વન-ડે માટે સુકાની તરીકે રોહિત શર્માને જાહેર કર્યો છે ત્યારે રોહિતને આગેવાનીમાં ઘણા પ્રશ્ર્નો ઉદભવિત થાય તેવું માનવામાં આવી રહ્યું છે. ક્રિકેટ ઈતિહાસમાં માઈક બ્રેલી સૌથી સફળ સુકાની સાબિત થયો છે જેનું એકમાત્ર કારણ એ છે કે ક્રિકેટ રમતને ખુબ સરળતાથી અને સહજતાથી સમજી શકયા હતા ત્યારે હાલની પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનાર રોહિત શર્મા માટે પણ આ જ પ્રશ્ર્ન ઉદભવિત થશે. રોહિતે અનેકવિધ સંકટના સમયમાંથી ટીમનું સુકાનીપદ સંભાળી વિજય શિખર ઉપર ટીમને પહોંચાડવા માટે મદદગાર સાબિત થયો હતો.

રોહિત શર્મામાં નેતૃત્વના ગુણ ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સોયબ અખતરે જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં જ રોહિત શર્મા જ ભારતીય ટીમનો સુકાની હોવો જોઈએ. રોહિતની આગેવાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે ૫ વખત આઈપીએલ ચેમ્પીયન બન્યું છે જેથી ભારતીય ટીમ માટે તેમના સુકાનીપદ માટેની માંગમાં અનેકગણો વધારો થયો છે. નોંધનીય વાત એ છે કે એશિયા કપમાં પણ કોહલીની ગેરહાજરીમાં રોહિતે ભારતને એશિયા કપ જીતાડવામાં મદદરૂપ સાબિત થયો હતો. અખતરના જણાવ્યા મુજબ અજીંકય રહાણે ટીમનો ઉપસુકાની છે છતાં રોહિતની કપ્તાની માટે આ સમય યોગ્ય માનવામાં આવી રહ્યો છે.

આઈપીએલમાં વિરાટ કોહલીએ બેંગલોરનું સુકાની પદ સંભાળ્યું હતું પરંતુ બેંગલોરમાં સુકાનીપદ સંભાળતા કોહલી કંટાળેલો જોવા મળ્યો હતો. વિરાટ વર્ષ ૨૦૧૦થી સતત રમી રહ્યો છે જેમાંથી તેને કુલ ૭૦ સદી પણ ફટકારી છે અને રનનાં ઢગલા કર્યા છે. ટીમ સિલેકશન કમિટીનું માનવું છે કે ક્રિકેટના ત્રણ ફોરમેન્ટમાંથી એક ફોરમેન્ટમાં સુકાની તરીકે વિરાટ નહીં પરંતુ અન્ય કોઈ ખેલાડીને રાખવા જોઈએ ત્યારે આવનારા સમયમાં કે.એલ.રાહુલ પણ સુકાની પદ માટે દાવેદાર હોવાનું માનવામાં આવે છે ત્યારે કેપ્ટનશીપની હરીફાઈ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે ત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જો રોહિતની સુકાનીપદથી ભારતીય ટીમમાં સુધારો જોવા મળ્યો તો ઘણીખરી હરીફાઈ પણ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.