સદરમાં ૨૦૦૦ ચાઈનીઝ તુક્કલ સો વેપારી ઝડપાયા
શહેરમાં ઉત્તરાયણ તહેવાર પર પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ પર પોલીસની બાજ નજર હોય તેમ દોરી-પતંગના બે વેપારીઓને ચાઈનીઝ દોરી વેંચતા ઝડપી પાડી ૧૨ ચાઈનીઝ દોરીની ફીરકી કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સદર બજારમાં ૨૦૦૦ ચાઈનીઝ તુક્કલ સાથે વેપારીને ઝડપી પાડ્યફો છે.
પ્ર.નગર પોલીસ મથકે સદર બજારમાં પ્રતિબંધીત ચીજવસ્તુ પર છાપા મારી સદર બજારની સુકુન કેટરર્સના વેપારીએ ઉત્તરાણ પર ૨૦૦૦ ચાઈનીઝ તુક્કલ કિંમત રૂા.૪૦,૦૦૦ના વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ફૈઝલ ઈબ્રાહીમ ઝુમાણી નામના શખ્સને પ્ર.નગર પોલીસ મકના પીએસઆઈ બી.વી.બોરીસાગર સહિતના સ્ટાફે ઝડપી પાડ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉત્તરાયણ તહેવાર પર ચાઈનીઝ દોરીના હિસાબે અકસ્માત સર્જાતા હોવાી શહેર પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડી ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં પોલીસે બે સ્ળોએ દરોડા પાડી ચાઈનીઝ દોરીના વેંચાણ કરતા બે વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ગોંડલ રોડ પર શ્રીનાજી પ્રોવિઝન સ્ટોરમાં ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતા લોધેશ્ર્વર સોસાયટીમાં રહેતા રમેશભાઈ અમૃતલાલ ઝરીયા નામના વેપારીને રૂા.૪૦૦૦ની કિંમતની ૧૦ ફીરકી સાથે માલવીયાનગર પોલીસે ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતા ઝડપી પાડ્યા છે. જ્યારે કોઠારીયા મેઈન રોડ પર નંદા હોલ પાછળ રહેતા અને ગોવિંદબાગ શાકમાર્કેટ મેઈન રોડ પર ખોડલધામ સીઝન સ્ટોર બહાર મંડપમાં દોરી-પતંગનો વેપાર કરતા અમૃતલાલ કાનજીભાઈ લીંબાસીયા નામના વેપારીને ૨ ચાઈનીઝ દોરીની ફિરકી કિંમત રૂા.૫૦૦ સાથે બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને વેપારીઓ પાસેથી રૂા.૪૫૦૦ કિંમતની ૧૨ ચાઈનીઝ દોરીની ફીરકી કબ્જે કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.